ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા શુદ્ધિ સમિતિની બેઠકમાં તપાસ કમીટીએ રિપોર્ટ રજૂ કર્યો

પાટણ
પાટણ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એમએસસી સેમ 3ની પરીક્ષામાં 26 વિદ્યાર્થીઓની ઉત્તરવહીનું બંડલ મહેસાણાથી પાટણ આવ્યું આ દરમિયાન કયા સ્થળે કોની બેદરકારીથી ખોવાયું તેની ભૂમિકા સ્પષ્ટ કરવા માટે કુલપતિ નિયુક્ત બે સભ્યોની કમિટી દ્વારા છેલ્લા 20 દિવસથી તપાસ કરતી હતી ત્યારે ગુરુવારે સાંજે પરીક્ષા શુદ્ધિ સમિતિની બેઠકમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો .પરીક્ષા શુધ્ધિ સમિતિ બેઠક માં રિપોર્ટ મુકવામાં આવ્યો હતો જે રિપોર્ટ શુદ્ધિ સમિતિ દવરા પરીક્ષા નિયામક ને બંધ કવર માં આપવામાં આવ્યો હતો જે રિપોર્ટ ની પરીક્ષા નિયામક દવરા ફાઇલ ચલાવી યુનિવર્સિટીના રાજીસ્ટાર ને આપવામાં આવશે ત્યાર બાદ કુલપતિ અને રાજીસ્ટાર રિપોર્ટ દેખી તેમાં કોની બેદરકારી છે.તેની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય સોમવારે લેવામાં આવશે.

મહેસાણાની એમ.એસ.સી કોલેજના છાત્રોની પરીક્ષાની ઉત્તરવહીઓ સેન્ટરમાંથી ઓબ્ઝર્વર દ્વારા મેળવી ઓબ્ઝર્વેશન સેન્ટર ઉપર જમા કરાવી ત્યાંથી મૂલ્યાંકન સેન્ટર સુધી ગઈ હતી. આ દરમ્યાન 26 છાત્રોની ઉત્તરવહીનું બંડલ આ દરમિયાન કોઈ સ્થળેથી ખોવાઈ હોય મૂલ્યાંકન કરનાર પ્રોફેસરના હાથ સુધી ના પહોંચતા છાત્રોના પરિણામ જાહેર ન થતા શકતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

પરીક્ષા વિભાગ દ્વારા તપાસ કરતા ઉત્તરવહીનું આ બંડલ હાથ લાગ્યું ન હતુ. જેથી છાત્રોને મેરીટ બેઝ પ્રોગ્રેશન આધારે પરિણામ જાહેર કર્યું છે.પરંતુ ગંભીર પ્રકારની બેદરકારી હોય આ બાબતે કુલપતિ દ્વારા બે સભ્યોની કમિટી તપાસમાં મૂકી હતી જે છેલ્લા 20 દિવસથી ઉત્તરવહીનું બંડલ ક્યાંથી ગુમ થયું છે અને કોની બેદરકારી છે તેની ભૂમિકા સ્પષ્ટ થતી ન હોય વધુ તપાસ કરી બે મુદ્દતના અંતે કમિટી દ્વારા ભુમિકા સ્પષ્ટ કરતો આખરી રિપોર્ટ બનાવીને ગુરુવારે સાંજે પરીક્ષા શુદ્ધિ સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે બે સભ્યો ની તાપસ કમીટી એ રિપોર્ટ પરીક્ષા શુધ્ધિ સમિતિ બેઠક માં રિપોર્ટ રજુ કરવામાં આવ્યો છે .જે રિપોર્ટ શુદ્ધિ સમિતિ દવરા પરીક્ષા નિયામક ને બંધ કવર માં આપવામાં આવ્યો હતો જે રિપોર્ટ ની પરીક્ષા નિયામક દવરા ફાઇલ ચલાવી યુનિવર્સિટીના રાજીસ્ટાર ને આપવામાં આવશે ત્યાર બાદ કુલપતિ અને રાજીસ્ટાર રિપોર્ટ દેખી તેમાં કોની બેદરકારી છે.તેની સામે યુનિવર્સિટીના એક્ટ મુજબ કાર્યવાહી કરવાનો નિર્ણય સોમવારે લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.