મહેસાણાના ભાસરિયા-અંબાસણ રોડ પર શોર્ટ સર્કિટ થતાં ગાડીમાં આગ

મહેસાણા
મહેસાણા

મહેસાણા તાલુકાના ભાસરિયા અંબાસણ રોડ પર ગઈ કાલે મોડી રાત્રે એક ગાડીમાં આગ લાગવાનો કોલ મહેસાણા પાલિકાના ફાયર વિભાગને થતા ફાયર ટિમો ઘટના સ્થળે દોડી આવી ગાડી પર પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી.જોકે ગાડીમાં સવાર ચાર લોકો આગ લાગતા જ બહાર નીકળી જતા ચારે લોકોનો આબાદ બચાવ થયો હતો.

મહેસાણા તાલુકામાં આવેલા અબાસણ અંબિકા નગરમાં રહેતા રાવળ જયંતિ ભાઈ ઈશ્વર ભાઈ પત્ની અને બાળકો સાથે બોરું ગામથી પોતાની GJ23H8566 પોતાના ઘરે જતા હતા.એ દરમિયાન ભાસરિયા અંબાસણ રોડ પર આવતા જ અલ્ટો ગાડીમાં શોર્ટ સર્કિટ થતા એકાએક ગાડીમાં આગ લાગી હતી.જોકે ગાડીમાં સવાર લોકો વહેલી તકે બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર મામલે મહેસાણા પાલિકાના ફાયર વિભાગ ને જાણ થતાં ફાયર ટિમો ઘટના સ્થળે રવાના થઈ હતી.જ્યાં પાણીનો મારો ચલાવી ગાડીમાં લાગેલ આગ બીજાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.