પાટણ-મુંબઈ વચ્ચે રેલવે સેવા માટે શરૂ કરો ભારત વિકાસ પરિષદ માંગણી કરવામાં આવી

પાટણ
પાટણ

રેલવે મંત્રાલય દ્વારા રચાયેલી રેલવે બોર્ડની મુસાફર સુવિધા સમિતિના સભ્યોએ પાટણ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને કમિટીએ વધુ સુવિધાઓ વિકસાવવા માટે શક્યતા તપાસી હતી ત્યારે પાટણ રેલવેના પ્રશ્નો માટે કામ કરતી પાટણ વિકાસ પરિષદના સભ્યોએ પણ રેલવેના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં ખાસ કરીને પાટણ-મુંબઈની સળંગ રેલવે સેવા માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી છે છતાં આ માગણી પ્રત્યે પૂરતું ધ્યાન અપાતું ન હોવાની તેમજ પાટણ-અમદાવાદ વચ્ચે વધુ ડેમો ટ્રેનો શરૂ કરવા માટે ખાસ રજૂઆત કરવામાં આવી હતી.

રેલવે બોર્ડની મુસાફર સુવિધા સમિતિના સભ્યોએ પાટણ રેલવે સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા. પાટણ રેલવેના પ્રશ્નો માટે કામ કરતી ભારત વિકાસ પરિષદના સભ્યોએ આ કમિટીના સભ્યોનું સ્વાગત કર્યું હતું. કમિટીએ લોકો તરફથી જરૂરી સૂચનો મેળવ્યા હતા અને સૂચનો આધારે ટૂંક સમયમાં રેલવે બોર્ડની આ કમિટીની મળનારી બેઠકમાં પાટણના પ્રશ્નોની ચર્ચા કરી પાટણ સ્ટેશનના વિકાસની રૂપરેખા નક્કી કરશે.

પાટણ ભારત વિકાસ પરિષદે રેલવે સુવિધા સમિતિને વિવિધ રજૂઆતો કરી છે જેમાં પાટણ-ભીલડી રેલવે લાઈનનું જોડાણ થયું છે તેના કારણે પાટણ, ભીલડી, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર સુધીનો રેલવે વ્યવહાર શક્ય બન્યું છે.પરંતુ બીજા રાજ્યો સાથે ટ્રેન રેલવે સહેલતો લાંબા સમયથી નથી.

પાટણના લોકો અમદાવાદ, વડોદરા, બેંગલોર સહિતના શહેરોમાં વસવાટ કરે છે. છતાં પાટણ-મુંબઈની સળંગ રેલવે સેવા હજુ સુધી મળી નથી. લાંબા સમયથી આ માગણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી. પાટણ-અમદાવાદ વચ્ચે હજુ વધુ ડેમુ ટ્રેનની આવશ્યકતા છે જેથી લોકોને વધારે ભાડા ભરી અસલામત મુસાફરી કરવી ના પડે તેવી રજૂઆત કરાઈ હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.