હવે ફ્રાન્સમાં પણ UPI પેમેન્ટ કરી શકાશે, અહીંથી થશે શરૂઆત

Business
Business

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ફ્રાંસની મુલાકાતે છે અને તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી. આ બેઠક બાદ બંને દેશોએ એક સમજૂતી કરી છે કે ઈન્ડિયન યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)નો ઉપયોગ ફ્રાંસમાં પણ થઈ શકશે. આનાથી ભારતીય પ્રવાસીઓ અને વેપારીઓ માટે ફ્રાન્સમાં પેમેન્ટ કરવાનું સરળ બનશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીયોને સંબોધિત કરતા કહ્યું કે ટૂંક સમયમાં ભારતીય પ્રવાસીઓ એફિલ ટાવર પર પણ UPI ચુકવણી કરી શકશે. તેમણે કહ્યું કે ભારત અને ફ્રાન્સે UPI દ્વારા પેમેન્ટ કરવા માટે એક કરાર કર્યો છે, જેની શરૂઆત એફિલ ટાવરથી થશે. આનાથી ભારતીય પ્રવાસીઓ માટે એફિલ ટાવર પર પેમેન્ટ કરવાનું સરળ બનશે. તેમણે કહ્યું કે આ કરાર ભારતીય ઈનોવેશન માટે એક વિશાળ નવું બજાર ખોલશે.

ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતમાં UPI અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ દેશમાં મોટું સામાજિક પરિવર્તન લાવ્યા છે. તેમણે કહ્યું કે ભારત અને ફ્રાન્સ પણ આ દિશામાં સાથે મળીને કામ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે ભારતના નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ફ્રાન્સની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ ‘Lyra’ સાથે કરાર કર્યો છે. આનાથી ભારતીય પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓ માટે ફ્રાન્સમાં પેમેન્ટ કરવાનું સરળ બનશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.