પાટણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્લાસ્ટિક મુક્ત બનાવવા અભિયાન હાથ ધરાયું

પાટણ
પાટણ

પાટણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા દરેક કાર્યકર્તાઓ સાથે મળીને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના દરેક કેમ્પસમાં તેમજ કેન્ટીન આગળ રહેલા પ્લાસ્ટિક કચરાને એકત્રિત કરી પ્લાસ્ટિક મુક્ત યુનિવર્સિટી બને તે માટે અલગ-અલગ કેમ્પસ માં દરેક વિધાર્થીઓને આ અભિયાન માં ભાગ લેવા અને દરેક વિધાર્થીઓ આ અભિયાનનું પાલન કરે તે માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત કરાયેલા આ કાર્યક્રમની વિદ્યાર્થીઓ સહિત યુનિવર્સિટી સ્ટાફ પરિવાર પણ સરાહના કરી પ્લાસ્ટિક મુક્ત યુનિવર્સિટી બને તે માટેના સંકલ્પ ગ્રહણ કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.