અમદાવાદ ખાતે શિક્ષકો માટે ગણિત વર્કશોપ યોજાયો

પાટણ
પાટણ

અમદાવાદ શહેર તથા અમદાવાદ ગ્રામ્ય ના શિક્ષકો નો ગણિત અંતર્ગત તાલિમ વગઁ યોજાયો હતો .જેમાં અંદાજે 100 જેટલા શિક્ષકોએ ભાગ લીધો. આ કાયઁક્રમ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સીટીના એજ્યુકેટીવ ડાયરેક્ટર જે.બી.વડાર પ્રેરણા અને માગઁદશઁન થી યોજાયો હતો.સૌ પ્રથમ સાયન્સ સીટી ના એ.જી.એમ.ડો હાદિઁક ગોહેલે શાબ્દિક સ્વાગત કરી, સાયન્સ સીટી વિશે તથા તેના દરેક વિભાગો વિશે સરસ માહિતી આપી.ઓલ ઈન્ડિયા રામાનુજન મેથ્સ કલબના ચેરમેનએ નવી શિક્ષણ નીતિ ની વિગતે ચચાઁ કરી તેમજ ગણિત શિક્ષણમાં મોડલના ઉપયોગ અંગે ચચાઁ કરી હતી.પાટણની પી.પી.જી. એકસપરીમેન્ટલ હાઇસ્કુલ ના પ્રિન્સિપાલ તેમજ રાજયપાલ પારિતોષિક વિજેતા ધનરાજભાઇ ઠકકરે વૈદિક ગણિત વિશે ચચાઁ કરી હતી. તેમણે સરવાળા,બાદબાકી, ઘડીયાની રસપ્રદ ચચાઁ કરી હતી. રાધનપુર ની શેઠ કે.બી. વકીલ હાઇસ્કુલ ના ગણિત શિક્ષક તેમજ રાજ્યપાલ પારિતોષિક વિજેતા શિક્ષકશ્રી કલ્પેશભાઇ અખાણીએ ઝડપી ગણતરી ની રીત તેમજ ગાણિતિક જાદુની અસરકારક રજુઆત કરી હતી.એકલવ્ય એકસેલેન્સ એવોર્ડ વિજેતા તેમજ ઓલ ઇંડિયા રામાનુજન મેથ્સ કલબના મંત્રી દશઁનભાઇ મહેતાએ પ્રવૃત્તિ દ્વારા ભુમિતિ શિક્ષણ એ વિષય પર પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા યુકિલિડ ભુમિતિ તેમજ મોડલ તેમજ ગ્રાફ પેપર દ્વારા પ્રેકટિકલ વકઁ કરાવવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.