ડીસા કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપ્યુ
ડીસા કોલેજમાં વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈને કોલેજના આચાર્યને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ડીસા કોલેજ છેલ્લા કેટલાક દિવસોથી સતત ચર્ચામાં રહી છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ વિદ્યાર્થીઓને કેટલીક પડતી મુશ્કેલીઓ અને કોલેજની વ્યવસ્થા ને લઇ પ્રશ્નો કર્યો છે જેમાં કોલેજ માં સિકયુરીટી વધારી મેટલ ડિટેક્ટર લગાવવું આ ઉપરાંત એમ.એ / એમ.કોમ નું જનરલ મેરીટ યાદી બહાર પાડવામાં આવવું જોઈએ તથા કોલેજમાં પાર્કિગની વ્યવસ્થા કરવી અને પાર્કિંગ માં કેમેરા ચાલુ કરવા વગેરે પ્રશ્નો કર્યો છે અને આ પ્રશ્નોને નુ નિરાકરણ નહીં કરવામાં આવે તો નગર મંત્રી એ જણાવ્યુ હતુ કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.