પાટણની હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિ.ની બોર્ડ ઓફ સ્પોર્ટસની બેઠક યોજાઈ

પાટણ
પાટણ

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની નિયામક શારીરિક શિક્ષણ યુવા અને સાંસ્કૃતિક કચેરીની બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠક આજરોજ યોજાઇ હતી.જેમાં વર્ષ 2023-24 વર્ષ માટે કારોબારી સભ્ય શૈલેષ એમ. પટેલની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી.ત્યારબાદ ચેરમેનની અધ્યક્ષતામાં ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા હતા જેમાં યુનિ સંલગ્ન કોલેજ ના ખેલાડીઓ યુનિવર્સિટીની સ્પર્ધાઓ,વેસ્ટ ઝોન,ઓલ ઇન્ડિયા, ઇન્ટર યુનિવર્સિટી ,ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં મેડલ મેળવનાર ખેલાડીઓની માતાનું નાયિકા દેવી પુરસ્કારથી સન્માન કરશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બોર્ડ ઓફ સ્પોર્ટ્સની બેઠક આજ રોજ યોજાઇ હતી જેમાં વર્ષ 2023-24 વર્ષ માટે કારોબારી સભ્ય ની બોર્ડ ઓફ સ્પોર્ટ્સના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી .જેમાં ચેરમેનના અધ્યક્ષસ્થાને મળેલી બેઠક ખેલાડીઓ માટે વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં નિયામક શારીરિક શિક્ષણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા મેડલ પ્રાપ્ત કરનાર યુનિવર્સિટીના ખેલાડીઓની માતાનું નાયિકા દેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જે ખેલાડીઓએ યુનિવર્સિટીની સ્પર્ધાઓ વેસ્ટ ઝોન, ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી, ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં મેડલ મેળવનાર ખેલાડીઓની માતાનું નાયિકા દેવી પુરુષકારથી સન્માન કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ પુરસ્કાર રમતના ક્ષેત્રમાં માતા દ્વારા તેના બાળકને તૈયાર કરવા કરેલ પ્રયત્નો, આપેલ સમય, સંસ્કારઅને બલિદાનને સન્માનિત કરી ગૌરવિત થવાનો આ એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

વર્ષ દરમિયાન રમત સ્પર્ધાઓ ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોપ કોલેજોને પુરસ્કાર આપવામાં આવશે.તો વર્ષ દરમ્યાન રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સાથે જોડાણ ધરાવનાર કોલેજો,વિભાગના શારીરિક શિક્ષણ ના અધ્યાપકો અને કોચમાંથી વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારને શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ તાલીમ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. વર્ષ 2023-24ના આંતર કોલેજ સ્પર્ધાઓની કોલેજોને ફાળવણી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.