રવિચંદ્રન અશ્વિનની ધમાકેદાર વાપસી, જેમ્સ એન્ડરસન પણ રહી ગયાં પાછળ

Sports
Sports

જ્યારે એક મહિના પહેલાં ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિનશિપની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી હતી, ત્યારે તેની ઉપર ચારેય બાજુથી હુમલો થયો હતો. દરેક ટીમની કાબિલિયત પર સવાલ ઉઠાવતા હતાં. એનાંથી પણ વધારે પ્રશ્નો આ વાત પર થતાં હતાં કે કેમ રવિચંદ્રન અશ્વિન જેવાં દિગ્ગજ ખેલાડીને રમવાની તક આપી નહી. અશ્વિન એ ફાઇનલ મેચમાં ભલે ના રમી શકયો, પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરતાં જ પોતાનું પ્રદર્શન બતાવ્યું અને વેસ્ટઈન્ડિજ તેનો શિકાર બની.

ડોમિનીકામાં ભારત- વેસ્ટઈન્ડિજ વચ્ચે પહેલી ટેસ્ટ મેચના પહેલાં દિવસે દિગ્ગજ ઑફ સ્પિનર અશ્વિનનુ જોરદાર પ્રદર્શન જોવા મળ્યું છે. અશ્વિનનું આવું પ્રદર્શન જોવાની પહેલેથી જ આશા હતી. ફકત એટલાં માટે નહી કે એનો સામનો એક નબળી વિન્ડીઝ ટીમ સાથે હતો, પરંતું એટલાં માટે કે અશ્વિન પોતાની વાપસી અને પોતાની કાબિલિયત બતાવવાં માટે ઉતાવળા હતાં.

વિન્ડસર પાર્કમાં પહેલાં દિવસે 25 ઓવરમાં જ અશ્વિને પોતાની કાબિલિયત બતાવી દીધી. ભારતીય ટીમે વેસ્ટઇન્ડીઝને ફકત સાડા ચાર કલાકમાં જ 150 રન બનાવી લીધા અને આ રન પણ અશ્વિને જ બનાવ્યાં. વેસ્ટ ઇન્ડીઝની પહેલી અને છેલ્લી વિકેટ અશ્વિનનાં નામે રહી છે. આ બધાં વચ્ચે તેણે વધું ત્રણ વિકેટ હાંસિલ કરી હતી. અશ્વિને પોતાની 24.3 ઓવરમાં સ્પૈલમાં ફકત 60 રન આપ્યાં અને 5 વિકેટ લીધી. તેણે તેજનરેન ચંદ્રપોલનાં રૂપમાં પહેલી વિકેટ લીધી, કેપ્ટન ક્રેગ બ્રેથવેટને પણ આઉટ કાર્યો હતો.

અશ્વિને અલ્જારી જોસેફ તરીકે પોતાની ત્રીજી વિકેટ લીધી અને એની સાથે તેણે એક ખાસ ઉપલબ્ધિ હાંસિલ કરી. તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 700 વિકેટ લેનાર ભારતનાં ત્રીજા બોલાર બન્યાં છે. અશ્વિનને પોતાનાં 271માં મેચમાં આવું શાનદાર પ્રદર્શન બતાવ્યું છે. તેના આગળ હરભજન સિંહ (707) અને અનિલ કુંબલે (953) છે.

ફક્ત એટલાંથી અશ્વિન સંતુષ્ટ થયો નહિ. એનાં પછી તેણે એલિક એથનેજને શાર્દુલ ઠાકુરનાં હાથે કેચ કરાવ્યો. 24 વર્ષનો આ બેટ્સમેન વેસ્ટઈન્ડિજ માટે પોતાનું ડેબ્યું કરી રહ્યો હતો અને ઈનિંગમાં પણ સૌથી સફળ બેટ્સમેન સાબિત થયો. અશ્વિને જોમેલ વારિકન તરીકે વેસ્ટઈન્ડિની છેલ્લી અને પાંચમી વિકેટ હાંસિલ કરી હતી. વેસ્ટ ઇન્ડીઝની સામે અશ્વિને પાંચમી વખત અને કેરેબિયનમાં ત્રીજી વખત 5 વિકેટ હાંસિલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.