પાટણની મુલાકાતે આવેલી રેલવે સુવિધા સમિતિની ટીમ રેલવેનાં પ્રશ્નોની રજૂઆત કરાઈ

પાટણ
પાટણ

પાટણ શહેરનાં રેલ્વે સ્ટેશનની મુલાકાતે રેલ્વે મંત્રાલય દ્વારા રચાયેલી રેલ્વે બોર્ડની મુસાફર સુવિધા (પેસેન્જર એમેનિટીઝ) સમિતિનાં સભ્યો પાટણખાતે આવી પહોંચતાં તેઓનું પાટણનાં રેલ્વેનાં પ્રશ્નો માટે રજુઆત કરતા પાટણ વિકાસ પરિષદનાં પ્રમુખ દેવજીભાઇ પરમાર, મહાસુખભાઇ મોદી, યતીનભાઇ ગાંધી, દેવચંદભાઇ પટેલ, જયેશ પટેલ, પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઇ મહેશ્વરી તથા આ મુલાકાતનાં સંકલનકર્તા આ સમિતિનાં સભ્યોનું સ્વાગત કર્યું હતું. વધુ સુવિધાઓ વિકસાવવા અંગેની શક્યતાઓ તપાર્સી હતી અને નાગરિકો તરફથી જરૂરી સૂચનો મેળવ્યા હતા. આ સૂચનો આધારે ટૂંક સમયમાં રેલ્વે બોર્ડની આ કમિટીની મળનારી બેઠકમાં પાટણનાં પ્રશ્નોની ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરીને બોર્ડ સમક્ષ મૂકીને પાટણ સ્ટેશનનાં વિકાસની રૂપરેખા નક્કી કરશે.પાટણની મુલાકાતે આવેલી આ સમિતિનાં ચેરમેન પી.કે. ક્રિશ્નદાસ, ડૉ. રાજેન્દ્ર અશોક ફડકે, મહેસાણા ભાજપનાં પ્રમુખ અને રેલ્વેની આ સમિતિનાં સભ્ય ગિરીશભાઈ રાજગોર, છોટુભાઇ પાટીલ, પ્રભા સ્વામી અવસ્થી, કૈલાસ લક્ષ્મણ વર્મા, રામકુમાર પહાન, સુનિલ રામ, નિર્મલા કિશોર બોલીનાનો સમાવેશ થતો હતો. આ ટીમ આજે ભૂજ, ગાંધીધામ, મહેસાણા, વડનગર ખાતેની મુલાકાતે પૂર્ણ કરીને સાંજે પાટણ સ્ટેશને આવ્યા હતાં. તેઓએ પાટણની રાણીની વાવની મુલાકાત લીધી હતી. અત્રે તેમનું સ્વાગત કરાયું હતું.

પાટણનાં રેલ્વે સ્ટેશને પાણીની પરબ, ફુટ ઓવરબ્રીજ, વેઇટીંગ રૂમ સહિત સ્ટેશનનું બિલ્ડીંગ સહિતની સુવિધાઓ ઉભી કરવાની ખાત્રી આપી હતી. પાટણ વિકાસ પરિષદે રેલ્વે સુવિધા સમિતિને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં જ પાટણ-ભીલડી રેલ્વેનું જોડાણ થયું છે. તેને કારણે અમદાવાદ-પાટણ-ભીલડી-રાજસ્થાન અને જમ્મુ કાશ્મીર સુધીનો રેલ્વે વહેવાર શક્ય બન્યો છે. છતાં બીજા રાજ્યો સાથેની ટ્રેન રેલ્વે સવલતો લાંબા સમયથી નથી. આ ઉપરાંત પાટણના લાખો લોકો- પાટણ બહાર, અમદાવાદ,વડોદરા, બેંગલોર વસે છે. છતાં ઘણા લાંબા સમયની માંગણી પાટણ- મુંબઇની સળંગ રેલ્વે સેવા મળતી નથી. લાંબાગાળાની આ માંગણી પ્રત્યે પૂરતું ધ્યાન અપાયું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.