પાટણ નગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે 10 ટીમો બનાવી 10 હજારથી વધુ મિલ્કત ધારકોને બિલની બજવણી કરવામાં આવી

પાટણ
પાટણ

પાટણ નગરપાલિકા ખાતે વર્ષ 2023 ના એડવાન્સ વેરા ભરપાઈ કરવાની મુદત જૂન માસમાં પૂર્ણ થઈ હોય હવે બાકી મિલકત ધારકોને પોતાનો વેરો ભરપાઈ કરવા નગરપાલિકાની વેરા શાખા દ્વારા જુદી જુદી 10 ટીમો બનાવી બાકી મિલકત ધારકોને પોતાના બાકી બિલોની બજવણી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બાકી વેરા મિલકત ધારકોને તેઓના બાકી બિલોની બજવણી ની કામગીરી બાબતે પાટણ નગરપાલિકાની વેરા શાખા ના અધિકારી લક્ષ્મણભાઈ પટેલ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારના પરિપત્ર મુજબ પાટણ નગરપાલિકા દ્વારા જૂન માસના એન્ડ સુધીમાં નવા વર્ષના વેરા સ્વીકારવાની અવધી પૂર્ણ થતા બાકી રહેલા મિલકત ધારકોના વેરાની ભરપાઈ માટે નગરપાલિકાની વેરા શાખા દ્વારા જુદી-જુદી 10 ટીમો બનાવી અત્યાર સુધીમાં 10,000 થી વધુ બાકી વેરા મિલકત ધારકોને પોતાના બિલોની બજવણી કરવામાં આવી હતી


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.