રાધનપુર શહેરમાં ફેલાયેલી ગંદકી ઉઠાવીને લોકોએ ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઠાલવી

પાટણ
પાટણ

રાધનપુર નગરપાલિકામાં સ્વચ્છતા મામલે નગરજનો દ્વારા આજે નગરપાલિકા કચેરી પર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકો શહેરમાં થયેલી ગંદકીને ઉઠાવી પાલિકામાં ચીફ ઓફિસરની કચેરીમાં ઠાલવી વિરોધ વ્યકત કર્યો હતો. રાધનપુર નગરપાલિકા તંત્રની કામગીરી છેલ્લા કેટલાક સમયથી મંદ પડતા શહેરીજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ વીજળી, પાણી, સ્વચ્છતા જેવી સુવિધાઓ ઉપલબ્ધ નહીં બનતા લોકોમાં પાલિકા પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. બુધવારના રોજ રાધનપુર શહેરના લોકોએ મહિલાઓને સાથે રાખી વિસ્તારની ગંદકી એકત્ર કરી પાલિકા ખાતે લાવી ચીફ ઓફિસરના ચેમ્બરમાં ઠલવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.અને ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચાર કરી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા માંગ કરી હતી. રાધનપુર શહેરના લોકોએ મહિલા સાથે નગરપાલિકા ખાતે હંગામો મચાવતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.