સાંતલપુરના અભ્યારણ્ય વિભાગની પોલિસી મુદ્દે ચિંતન બેઠક યોજાઈ

પાટણ
પાટણ

પાટણ જીલ્લાની રણકાંધીએ આવેલ સાંતલપુરના રણવિસ્તારમાં મીઠુ પકવતા અગરીયાઓ સામે સરકારના અભ્યારણ વિભાગ દ્વારા સર્વે એન્ડ સેટલમેન્ટની યાદીમાં 95 ટકા જેટલા અગરીયાઓના નામની યાદી ન હોવાના કારણે આગામી સીઝનમાં અગરીયાઓ મીઠુ પકવવા જઇ શકશે નહીં તેવી દહેશતને લઇ આજે સાંતલપુર અગરીયા કોલોની ખાતે અગરીયા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ મોટીસંખ્યામાં એકત્રિત થયેલા અગરીયાઓની ચિંતન બેઠક યોજાઇ હતી.

સાંતલપુર તાલુકાના રણ વિસ્તારમાં ધોમધખતા તાપમાં કાળી મજુરી કરી રસોઇને સ્વાદિષ્ટ બનાવતું સફેદ સોના જેવું મીઠુ પકવતા અગરીયાઓની રોજી રોટી છીનવાય તેવી દહેશત ઉભી થવા પામી છે. તાજેતરમાં જ સરકારના અભ્યારણ વિભાગ દ્વારા સાંતલપુર રણ વિસ્તારના મીંઠુ પકવતા અગરીયાઓનો સર્વે એન્ડ સેટલમેન્ટની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં વડવાઓની પરંપરા મુજબ વર્ષોથી મીઠુ પકવતા અગરીયાઓના દાવાઓની મંજુરીના નામ ન હોવાને કારણે આ વિસ્તારના અગરીયા પરીવારો મુશ્કેલીમાં મુકાઇ જવા પામ્યા છે.

આજે સાંતલપુર અગરીયા કોલોની ખાતે અગરીયા હિતરક્ષક સમિતિના નેજા હેઠળ મોટીસંખ્યામાં અગરીયાઓ એકત્રિત થયા હતા. અભ્યારણના સર્વે એન્ડ સેટલમેન્ટની જે યાદી જાહેર કરાઇ છે તેમાં 95 ટકાથી વધુ અગરીયાઓના યાદીમાં નામ ન હોવાથી આગામી સીઝનમાં આ અગરીયાઓ મીઠુ પકવી શકશે નહીં. તેમજ પંથકના અગરીયાઓને એકપણ અગરની મંજુરી ન મળતા તેઓની રોજી રોટી છીનવાઈ જાય તેવો ભય સેવાઈ રહયો છે.

થોડા સમય પહેલા ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટે જણવ્યા મુજબ જે અગરીયાઓના કાર્ડ જારી કરાયા છે તેવા અગરીયાઓ સીઝનમાં મીઠુ પકવવા રણમાં જઇ શકશે. પરંતુ આ યાદીમાં મોટાભાગના અગરીયાઓના નામ ન હોવાથી અગરીયાઓની રોજી રોટી છીનવાઇ જાય તેવું અગરીયા હિતરક્ષક સમિતિના આગેવાને જણાવ્યું છે. આજે એકત્રિત થયેલા અગરીયાઓ આવનાર સમયમાં સરકારની આ પોલીસી સામે જરુરી આધાર પુરાવા સામે રજુઆત કરવા જશે તેવું અગરીયાએ જણાવ્યું છે.

જો અભ્યારણ વિભાગની આ પોલીસીને લઇ આગામી સીઝનમાં યાદીમાં ન હોય તેવા અગરીયાઓ મીઠુ પકવવા નહીં જઇ શકે તો તેમના પરીવારજનોને ભુખે મરવાની નોબત આવી શકે છે. તો બીજી તરફ પાટણ જીલ્લા સહિત અન્ય ચાર જીલ્લામાં ઉત્પાદન થતા મીઠાનું ઉત્પાદન બંધ થઇ શકે તેમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.