કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈને ભાજપે ઉમેદવાર બનાવ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના વતની અને કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈની આજે રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે..બાબુભાઇ દેસાઈ વર્ષ 2007 થી 2012 સુધી ધારાસભ્ય તરીકે ફરજ બજાવી છે.મૂળ કાંકરેજના વતની અને વર્ષોથી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને સેવાકીય પ્રવૃત્તિ કરતા બાબુભાઈ દેસાઈની આજે રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી થતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બાબુભાઈ દેસાઈ રબારી સમાજમાંથી આવે છે અને વર્ષોથી તેઓ દરેક સમાજના લોકો સાથે સંકળાઈ સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા. ભાજપમાં પણ તેઓ વર્ષોથી અનેક ચૂંટણીઓમાં મહત્વની ભૂમિકા ભજવી છે જેથી આજે ભાજપ મોવડી મંડળ દ્વારા તેમને રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં વસતા રબારી સમાજ તેમજ તમામ લોકો ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાને રાજ્ય સભામાં સ્થાન મળતા ખુશીનો માહોલ છવાયો છે.

કાંકરેજના વતની અને પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈની રાજ્યસભાના ઊમેદવાર બનાવવામાં આવતા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જણાવ્યું હતું કે, કાંકરેજના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈને આજે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટી મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે અગાઉ બાબુભાઈ દેસાઈ દ્વારા સામાજિક પ્રસંગોમાં પણ લોકોને મદદરૂપ બન્યા હતા જેના કારણે તેમને ભામાશા તરીકે ઓળખતા હતા આજે રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તે બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની વાત છે અને આવનારી 2024ની લોકસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં વસતા રબારી સમાજ માટે મહત્વની ભૂમિકા ભજવશે. આજે બાબુભાઈ દેસાઈને રાજ્યસભામાં સ્થાન મળતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.