પાલનપુર રેલવે પોલીસે એક વર્ષમાં ૫૭ મોબાઈલ શોધી કાઢ્યા

બનાસકાંઠા
palanpur
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર રેલવે પોલીસે રેલ્વે મુસાફરી દરમિયાન રેલવે સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ અથવા તો ચોરાયેલા મોબાઇલ શોધવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં એક વર્ષમાં ૫૭ મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા હોવાનું રેલવે પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.
પાલનપુર રેલવે પોલીસે રેલવેમાં મુસાફરી દરમિયાન અથવા તો રેલવે સ્ટેશન વિસ્તારમાં ગુમ થયેલ કે ચોરાયેલા મોબાઈલ શોધવાની કવાયત હાથ ધરી હતી. જેમાં સીડીઆર રીપોર્ટને આધારે પોલીસે મોબાઇલ ચોર ધારકો સુધી પહોંચી હતી. પોલીસે ચોરાયેલા અથવા તો ગુમ થયેલા ૫૭ મોબાઇલ કબજે કર્યા હતા.
દરમિયાન જે તે સમયે નોંધાયેલી ફરીયાદને આધારે મોબાઈલ માલિકોને બોલાવીને પોલીસે આ મોબાઈલ પરત કર્યા હતા. ગુજરાત સહિત રાજ્યમાં રહેતા મૂળ માલિકોને બોલાવી પોલીસે મોબાઇલ સુપ્રત કર્યા હતા.
પોલીસે મોબાઇલ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કર્યા બાદ મોબાઇલ કબજે લીધા હતા. જોકે, પોલીસનો આરોપીઓની ઓળખ છુપાવવાનો પ્રયાસ ચર્ચાસ્પદ બન્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.