પાટણ પાલિકા અને પોલીસ ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા

પાટણ
પાટણ

પાટણ શહેરમાં દિન પ્રતિ દિન ગેરકાયદેસરના દબાણ વધી રહ્યા છે જેના કારણે પાટણ શહેરના મુખ્ય માર્ગો સાંકડા થઈ જતા અને ટ્રાફિકની સમસ્યા સર્જાતા પાટણ નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખી મંગળવારે સાંજે પાટણ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ કીલાચંદ શોપિંગ સેન્ટરના ગેરકાયદેસરના દબાણ હટાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પાટણ નગરપાલિકા અને પોલીસ ટીમ દ્વારા ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા હાથ ધરાયેલી કામગીરી અનુસંધાને પાટણ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં ઉભા રહેતા શાકભાજીની લારીઓવાળા ગલ્લાવાળા સહિત અડચણરૂપ ના ગેરકાયદેસરના દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સાઈન બોર્ડ, કે બીનો સહિતના તંબુવો વગેરે જેવા નાના મોટા દબાણો હટાવવાની કડક કામગીરી હાથ ધરવામાં આવતા દબાણ કારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.