પાટણની ધારપુર મેડિકલ કોલેજ માં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી

પાટણ
પાટણ

આઝાદીના અમૂર્ત મહોત્સવ અંતર્ગત મેડિકલ કોલેજ ધારપુર ખાતે આજરોજ વિશ્વ વસ્તી દિવસ”ની ઉજવણી જીલ્લા પંચાયત પ્રમુખ અધ્યક્ષસ્થાને યોજાયો. આઝાદીના અમૂર્ત મહોત્સવમાં અમે આ સંકલ્પ લઈશું કુટુંબ નિયોજનને સુખનો વિકલ્પ બનાવીશું થીમ પર ઉજવણી કરવામાં આવી. પ્રમુખ અને મહેમાનો દ્વારા દિપપ્રાગટ્ય કરીને કાર્યક્ર્મ ખુલ્લો મુકવામાં આવ્યો. આરોગ્ય ક્ષેત્રે સારી કામગીરી કરનાર કર્મચારીઓ તથા આરોગ્ય કેંદ્રને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ વસ્તી પર આધારિત નાટક ભજવવામાં આવ્યા અને તે દ્વારા વસ્તી ઘટાડવા અંગે સારો સંદેશો આપવામાં આવ્યો.

આ પ્રસંગને સંબોધતા જીલ્લા પંચાયત પ્રમુખએ જણાવ્યું કે વધતી જતી વસ્તી ચિંતાજનક છે તેનાથી કુદરતી સંસાધનોની સંપત્તિમાં ઘટાડો થાય છે. વધુ વસ્તીના લીધે ગરીબી, બેરોજગારી, જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની તંગી સર્જાય છે.

ગામડાઓ ભાગી પડે છે અને શહેરીકરણની વિકટ પરસ્થિતિ સર્જાય છે. તેમાંય રહેણાંકની સમસ્યા સર્જાય છે. ખેતીની જમીન ઘટવાથી ઉત્પાદન ઘટે છે, આવકમાં ઘટાડો થાય છે. આ તમામ સમસ્યામાંથી નીકળવા માટે કુટુંબ નિયોજન વેગવંતુ બનાવવું જરૂરી છે. આપણે જીલ્લા તંત્ર દ્વારા વસ્તીને નિયંત્રણમાં લેવા પણ ભગીરથ પ્રયાસો થઈ રહ્યા છે. માસ મીડિયા દ્વારા, શાળાઓ માં કરવામાં આવતી પ્રવૃત્તિઓ, ધર્મગુરુ દ્વારા આપવામાં આવતા સંદેશાઓ, ભવાઈ નાટક વગેરે દ્વારા પ્રચાર પ્રસાર ના લીધે લોકોમાં જાગૃતિ આવશે. આમ વસ્તી વધારો કુદરતી નથી એ માનવસર્જિત છે તેથી રોકવા આપણે અસરકારક પગલાં લેવા જોઈએ. આ પ્રસંગે DRDA નિયામક આર. કે.મકવાણા, સી.ડી. એચ.ઓ. વિષ્ણુભાઇ, જીલ્લા આરોગ્ય અધિકારી, ક્ષય અઘિકારી પરમાર સર, આરોગ્ય સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં શ્રોતાગણો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.