TMC ઉમેદવાર પાસેથી મળી આવ્યા વિસ્ફોટકોનો મોટો જથ્થો, NIA એ કરી ધરપકડ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારો રાખવા બદલ પંચાયત ચૂંટણીમાં તૃણમૂલ ઉમેદવારની ધરપકડ કરી છે. આ ઘટના બીરભૂમનાં નલહાટીમાં બની હતી. સોમવારે તૃણમૂલ ઉમેદવારને નલહાટી થાણામાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. એનાં પછી ઇન્વેસ્ટિગેશન એજન્સીએ તેને અરેસ્ટ કરી લીધો. અરેસ્ટેડ TMC ઉમેદવારનું નામ મનોજ ઘોષ છે.

મનોજ ઘોષ બીરભૂમનાં નલહાટીનાં બ્લોક 1નાં બનિયુર પંચાયતનાં બહાદુરપૂર ગામનો વતની છે. તે આ વખતનાં પંચાયત ચૂંટણીમાં તૃણમુલનો ઉમેદવાર છે. NIA એ તેને સોમવારે નલહાટી પોલિસ સ્ટેશન બોલાવ્યો હતો. એની બહુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી. NIA સૂત્રો મુજબ, નિવેદનમાં વિરોધાભાસનાં કારણે તેની ધરપકડ કરવામાં આવી છે. મોટી માત્રામાં વિસ્ફોટકોની રિકવરી સંદર્ભે ઇન્વેસ્ટિગેશન એજન્સી તેની વધુ પૂછપરછ કરવા માંગે છે. મનોજ ઘોષ પાસે સ્ટોન ક્રશર છે. NIA સૂત્રો મુજબ, NIA દ્વારા 28 જુને મનોજ ક્રશરની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. NIA અધિકારીઓને ઓફિસમાંથી વિસ્ફોટકથી ભરેલી બેગ અને એક બંદૂક મળી આવી હતી.

NIA સૂત્રો મુજબ, NIA એ મનોજ ઘોષની ઓફિસમાંથી મોટી માત્રામાં જિલેટીન સ્ટિક, 85 હજાર ઈલેક્ટ્રિક ડિટોનેટર અને 2 હજાર 700 કિલો એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું છે. આ મામલે મનોજે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ પછી NIAએ સોમવારે મતદાન પૂરું થયા બાદ તેને પોલીસ સ્ટેશન બોલાવ્યો અને ધરપકડ કરી હતી. એવો આરોપ છે કે મનોજ ઘોષને ઓડિશા, ઝારખંડ, આંધ્રમાં માઓવાદીઓ અને નક્સલવાદીઓને હથિયારો અને વિસ્ફોટકો સપ્લાય કરતો પકડ્યો હતો.

હાલમાં જ ધરપકડ કરાયેલાં એક નક્સલી નેતાથી પુછપરછ બાદ આંધ્રપ્રદેશ પોલીસને મનોજ ઘોષનાં રહેઠાણની જાણ થઇ હતી. આ રીતે 28 જૂને NIA દ્વારા મનોજ ઘોષના ઘરની તલાસી લેતાં મોટા જથ્થામાં વિસ્ફોટક, ડેટોનેટર, એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું હતું. એ સમયે મનોજ ઘોષ ફરાર થઈ ગયો હતો.

7 જુલાઈએ મનોજ ઘોષ પોતનાં ગામ પાછો આવ્યો હતો. NIA ને એની જાણ થતાં, રવિવાર રાત્રે ધરપકડ કરી હતી. આરોપી મનોજ ઘોષ નલહાટીમાં સ્થાનીય ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તૃણમુલ કોંગ્રેસનો ઉમેદવાર છે.
મનોજ ઘોષના નામે અનેક પથ્થર અને કોલસાની ખાણો છે જે તમામ ગેરકાયદેસર છે. તેના લાઇસન્સ પણ નકલી છે. આ અંગે પહેલા પણ પ્રશ્નો ઉભા થયા હતા અને હવે NIAએ તેની ધરપકડ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.