સિદ્ધપુરના વોર્ડ નંબર-2ની ચારેય બેઠકો માટે પેટા ચૂંટણી યોજાશે,
સિદ્ધપુર પાલિકાના વોર્ડ નંબર-2ની ખાલી પડેલી ચાર સભ્યોની જગ્યા માટે પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જેમાં આ ચૂંટણીને લઈ નેતાઓમાં ચૂંટણી લડવા હોડ જામી છે. સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નંબર-2 ના તમામ ચારેય નગરસેવકોએ વિકાસના કામો ના થતાં હોવાની રાવ સાથે રાજીનામાં ધરી દીધાં હતાં. જો કે આ ચારેય જગ્યાઓ ખાલી રહેવા પામી હતી. જેમાં સરકાર દ્વારા રાજ્યની પાલિકાઓમાં ખાલી પડેલીજગ્યાઓ માટે પેટા ચૂંટણી યોજવા માટે જાહેરનામું બહાર પડાતાં સિદ્ધપુરમાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સિદ્ધપુરના વોર્ડ નંબર- 2ની પેટાચૂંટણીને લઈ ચૂંટણી લડવા ઈચ્છતા નેતાઓમાં હોડ જામી છે. જે માટે ઉમેદવારી ફોર્મ ૨૨ જુલાઈ 23 સુધીમાં ભરવાના છે અને 6 ઓગસ્ટ 2એ ના રોજ મતદાન યોજાશે.