થરાદ-વાવ રોડ પર ગમખ્વાર અકસ્માત ટ્રેલર અને ટ્રક સામસામે અથડાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદ પંથકમાં અકસ્માતોની વણઝાર લાગી છે. કોઇ દિવસ અકસ્માત વગર ખાલી જતો જ નથી. ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યે કચ્છથી જમ્મુ તરફ જઈ રહેલ ટ્રકને થરાદ વાવ રોડ પર પેટ્રોલ પંપ પાસેના વળાંક પાસે એક ટ્રક સાથે ભયંકર રીતે અથડાઇ હતી. આ અકસ્માતમાં બંને ગાડીઓના ચેચિસનોનો ખુરદો બોલી ગયો હતો. આ ભયંકર એવા અકસ્માતમાં નશીબ જોગ જાનમાલની કોઇ હાની થઇ નથી. ટ્રેલરના ડ્રાઈવરનાં જમણા પગનાં પંજા પર ગંભીર ઈજા થઈ હતી.

આ અકસ્માત પછી આ ટ્રેલર ગાડીમાંથી ચોર લોકો ટૂલ કીટ, પાલ જેવી ચીજવસ્તુઓ ચોરી ગયા છે. આ અકસ્માત પાસેજ કાલે સાંજે એક બીજી ટ્રક પણ પલટી ખાઈ ગઈ હતી. તે અકસ્માતમાં પણ જાનમાલની કોઇ હાની થઇ નથી. તે ગાડીના પણ કેટલાંક સાધનો ચોર ચોરી ગયા હોવાનો ટ્રક માલીક ઇફતારભાઇએ જણાવ્યું હતું. થરાદ વાવ રોડ પર ભારત પેટ્રોલ પંપ પાસેનો વળાંક જે જોખમી છે. આ વળાંક પર વર્ષોથી અનેક અકસ્માત થતાં રહે છે. માર્ગ વિભાગે આ જગ્યાને અકસ્માત ઝોન ઘોષિત કરવો જોઈએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.