સિદ્ધપુરમાં વીજફોલ્ટની સમસ્યા નિવારવા સરસ્વતી ફીડર બે ભાગમાં વહેંચાયું

પાટણ
પાટણ

સિદ્ધપુર યુજીવીસીએલના નાયબ ઈજનેર તથા નિભાવ અને જાળવણીની ટીમના પ્રયાસોથી સરસ્વતી ફીડરને બે ભાગમાં વહેચ્યું હતુ. જેને સરસ્વતી ફીડર તથા બિંદુસરોવર ફીડર નામ આપ્યા છે. મેઇન્ટેનન્સના કામ સારૂ અથવા કોઈ ફોલ્ટ થાય ત્યારે જેતે વિસ્તાર જે ફીડરના અંદર આવતો હોય તે ફીડર બંધ કરાય છે જેના કારણે એક નાના વિસ્તારને બદલે અડધા ગામમાં વિજ પુરવઠો બંધ થાય છે. સ્કૂલો, દવાખાના અને સરકારી કચેરીઓમાં પાવર કટ થવાથી કામો અટવાય છે. સિદ્ધપુર યુજીવીસીએલની ટીમે નાયબ ઈજનેરના નેતૃત્વમાં ગામના 64 ડીપી પૈકી બિંદુ સરોવર ફીડરમાં 24 અને સરસ્વતી ફીડરમાં 40 ડીપીનું ડીવીઝન કરવાથી વરસાદ, વાવાઝોડા કે ફોલ્ટના સમયે તેમજ ચોક્કસ વિસ્તારના મેઈનટેનન્સ વખતે બધા વિસ્તારોમાં પાવરકટ કરવાની જરૂર ઉભી થશે નહી અને મહત્તમ વિસ્તારોમાં વિજળી ઉપલબ્ધ રહેશે. 360 બારી વિસ્તારથી ગામ અને બિંદુ સરોવરથી મુકિતધામ વિસ્તારોને અલગ ફીડરમાં બદલવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયત કચેરી, 360 બારી વિગેરે પાસે લીમડાના મોટા વૃક્ષો પડવાના કારણે વિજ લાઈનોને અસર થઈ છે તેને પણ રવિવારે ક્રેનની મદદથી શિફટ કરીને સમારકામ કર્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.