![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/21-5.jpg)
સિદ્ધપુરના કાકોશી પોલીસ સ્ટેશનના ગુનામાં ફરાર આરોપીને પોલીસે કર્ણાટકના મૈસુરથી ઝડપી લીધો
કાકોશી પોલીસ સ્ટેશનનાગુનામાં નાસતો ફરતો આરોપી જે અલગ-અલગ કોર્ટોના પકડ વોરંટમાં પણ નાસતા ફરતો હોઇ જેને કર્ણાટક રાજ્યના મૈસુરથી કાકોશી પોલીસએ પકડી કાયદેસર નું કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પાટણ પોલીસ ને નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના આધારે કાકોશી પોલીસ સ્ટેશન નાસતા ફરતા આરોપી મુર્તુઝાઅલી સૈયદઅલી સયદ(નકવી) રહે.મનીયર બોલ્ડીંગ રૂમ નં.17, 2 ફ્લોર, 32/34ઉમરખાડી ક્રોસ લેન, ચારનલ, ડોંગરી ચિચબંદર, મુંબઇ (મહારાષ્ટ્ર) વાળાને કર્ણાટક રાજ્યના મૈસુર ખાતેથી પકડી પાડી પો.સ્ટે. લાવી icjs પોર્ટલમાં કોર્ટ મોડયુલમાં સર્ચ કરતા સિદ્ધપુર અને વડ નગર કોર્ટના પકડ વોરંટો હાલમાં ચાલુ હોઇ અને જેના કામે પણ આ આરોપી ઘણા સમયથી નાસતો ફરતો હોઇ જે અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.