પાટણ જિલ્લામાં સેવા સદન ખાતે G-20 સમીટની પૂર્વ તૈયારીઓની બેઠક યોજાઈ

પાટણ
પાટણ

પાટણમાં આજે મળેલી બેઠકમાં મહાનુભાવોની સિક્યોરીટીથી માંડીને રહેવા-જમવાની વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી હતી.ચોમાસાની ઋતુ હોવાના કારણે રોડ-રસ્તા સાફ રાખવાની સુચના જિલ્લા કલેક્ટર દ્વારા સંલગ્ન અધિકારીને આપવામાં આવી હતી.મહાનુભાવો રાણીની વાવ અને પટોળા હાઉસ પધારવાના છે તેથી ત્યાં પણ પુરતી વ્યવસ્થા ગોઠવવા માટે કલેક્ટરશ દ્વારા સુચન કરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, પ્રથમ રૂટ નક્કી થયા બાદ જિલ્લા વહીવટીતંત્ર G-20મીટની તૈયારીઓમાં લાગી જશે. બેઠકમાં જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની સાથે, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ, વિદ્યાસાગર, તેમજ વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.