આજે કોંકણમાં રેડ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ, 4 દિવસ સુધી મુશળધાર વરસાદની આગાહી
મહારાષ્ટ્રની લગભગ દરેક જગ્યાએ આજ સુધી મુશળધાર વરસાદ પડ્યો છે. મુંબઇ, થાણે, પાલઘર, રાયગઢ, કોંકણ, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્રમાં સમપ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે. આજે (6 જુલાઈ) ભારતીય મોસમ વિભાગ (IMD) એ કેટલાક રાજ્યનાં અમુક જ્ગ્યાએ બહુ ભારે વરસાદની આગાહી કરી છે. કોંકણ રિજન અને મધ્ય મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને રત્નાગિરી અને રાયગમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એના સિવાય ઉત્તર મહારાષ્ટ્ર, વિદર્ભ અને મરાઠવાડાનાં અમુક જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
મોસમ વિભાગ દ્વારા પાછલા ૩-૪ દિવસો સુધી કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રની અમુક જ્ગ્યાએ અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પ્રશાસન તરફથી લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. પશ્ચિમ મહારાષ્ટ્રમાં પુણે, સાતારા, અને કોલ્હાપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સિંધુદુર્ગ, મુંબઇ, થાણે, પાલઘર અને નાસિકમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વિદર્ભનાં વર્ઘા અને યવતમાલ જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મરાઠવાડાનાં કેટલાક જિલ્લામાં અને ઉત્તર મહારાષ્ટ્રમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ભારતીય મોસમ વિભાગનાં પુણે બ્રાન્ચનાં પ્રમુખ કૃષ્ણાનંદ હોસલીકરે ટ્વિટ કરીને આ જાણકારી આપતા કહ્યું છે કે રાજ્યના અલગ- અલગ જિલ્લામાં ૩-૪ દિવસો સુધી મુશળધાર વરસાદની ચેતવણી આપી છે. એમના પ્રમાણે રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણે, સાતારા, કોલ્હાપુર, બુલથાના, વાશિમ, યવતમાલ, નાગપુરમાં આવતા દિવસોમાં વરસાદની શરૂઆત થશે. એથી ઘરથી બહાર નીકળતી વખતે ભારતીય મોસમ વિભાગનાં અનુમાનનું ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે.
૩-૪ દિવસોમાં પહેલાં વરસાદનું જોર થંભી ગયું હતું. પરંતુ એકવાર ફરી મોસમ વિભાગે વધારે વરસાદની આગાહી આપી છે. બિપરજોય વાવાઝોડાનાં કારણે આ વર્ષે ચોમાસુ મોડું શરૂ થયું છે.