દિલ્હી એનસીઆરમાં આગામી પાંચ દિવસ ભારે, કેરળમાં ભારે વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશની રાજધાની દિલ્હી અને નોઈડાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે દિવસે પણ અંધારું થઈ ગયું છે. બુધવારે પણ દિલ્હી-એનસીઆરમાં કેટલીક જગ્યાએ હળવો અને અન્ય સ્થળોએ ભારે વરસાદ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે રાજધાની સહિત NCR ક્ષેત્રમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ, IMD એ 8 જુલાઈએ વરસાદની આગાહી કરતા યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન વરસાદની સાથે સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જ્યારે, આ પાંચ દિવસ માટે, મહત્તમ તાપમાન 33 થી 36 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે.

આ સાથે, મીડિયા રિપોર્ટથી પ્રાપ્ત માહિતી અનુસાર, IMD એ કહ્યું કે આજે (ગુરુવારે) પણ વાદળો આકાશમાં પડાવ જમાવશે. આ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આગાહી મુજબ રાજધાનીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેવાની ધારણા છે.

કેરળમાં 4 જુલાઈની રાતથી પડી રહેલા ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સતત વરસાદને કારણે નદીઓ અને ડેમોમાં પાણીની સપાટી વધી છે. સાથે જ વૃક્ષો ધરાશાયી થવાને કારણે મકાનોને નુકસાન થયું છે. આ સાથે, બુધવારે ભારે વરસાદને કારણે, હવામાન વિભાગે ઇડુક્કી માટે રેડ એલર્ટ અને કોલ્લમ અને તિરુવનંતપુરમ સિવાય બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD અનુસાર, થોડા દિવસોમાં વરસાદ ઓછો થવાની આશા છે. તેમ છતાં કેરળના છ જિલ્લામાં આજે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.