મહેસાણાના ટીબી રોડ પાસે વિદેશી દારૂ વેચતો શખ્સ ઝડપાયો
મહેસાણા બી ડિવિઝનના પી.એસ.આઈ એમ.પી.ચૌધરી તેમજ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીગ પર હતાં.એ દરમિયાન બાતમી મળી હતી કે ટીબી રોડ છાપરા ખાતે રહેતો પ્રભાત ઉર્ફ લાલો ભવાનજી ઠાકોર ટીબી રોડ પર આવેલ પૂજા ફ્લેટની પાછળ ઝાડીઓ માં વિદેશી દારૂ રાખી વ્યાપાર કરે છે. બી ડિવિઝન પોલીસે બાતમી આધારે દરોડો પાડી વિદેશી દારૂ વેંચતા પ્રભાતને ઝડપી પાડી 14 વિદેશી દારૂ બોટલ,એક એક્ટિવા એક ફોન મળી કુલ 36,540 કિંમતનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી આદરી હતી.