Headlines 16-08-2020 | Rakhewal

https://youtu.be/KlekpLTSDTg
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસકાંઠામાં આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘો મહેરબાન, કલેક્ટરે ટવીટ કરી સાવચેત રહેવા અપીલ કરી : પાલનપુર, ડીસા અને અંબાજી સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ.

ડીસામાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

થરાદના વારા અને ખોડા ગામને મેઘરાજાએ ઘમરોળ્યું : ખેતરોમાં બંધ પાળા તોડ્યા : સીમનું પાણી ગામમાં પહોંચ્યું.

બનાસકાંઠામાં કોરોના સંક્રમણ યથાવત, વધુ ૧૩ કેસ : ડીસામાં ૬, પાલનપુરમાં ૪, દાંતા, દાંતીવાડા અને થરાદમાં ૧ – ૧ કેસ નોંધાયો.

મલાણામાં ઘરમાં ઘૂસી છરીની અણીએ સોના ચાંદીના દાગીનાની લૂંટ : મધરાતે ઘરમા ઘૂસી પરીવારને ઘેરી વળી ઘરમાં પડેલ રૂ.૮૫૦૦૦ નાં દાગીના લૂટી જતા ચકચાર.

છાપીમાં માસ્ક ન પહેરનાર શખ્સ હિંસા ઉપર ઉતર્યો, ટ્રાફિક પોલીસ ઉપર જીવલેણ હુમલો કરાતા ચકચાર : પોલીસકર્મીના માથામાં લોખંડની પટ્ટી મારી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતા ખળભળાટ.

ડીસાના મુખ્ય માર્ગો પર વાહનોનો ખડકલો, સાંઈબાબા સર્કલ નજીકનો રોડ પાર્કિંગ પોઇન્ટ.

ડીસાના રાજમંદિર નજીકથી થયેલ બાઇકચોરીનો આરોપી ઝડપાયો : ડીસા તાલુકા પોલિસે ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો.

આવતીકાલે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર, બનાસકાંઠા જિલ્લાના બાલારામ ખાતે ભરાતો લોકમેળો બંધ રાખવાનો ર્નિણય

થરાદના શિક્ષકે વ્યાજખોરોના ત્રાસથી શ્રીલંકામાં કિડની વેચી 15 લાખ ચૂકવ્યા, છતાં ધમકીઓ ચાલુ રહેતા પોલીસ ફરિયાદ

દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં, ગાંધીનગરથી મુખ્યમંત્રી રૂપાણીએ ઇ-લોકાર્પણ કર્યું.

વડાપ્રધાન મોદી 31 ઓક્ટો.એ ગુજરાતની મુલાકાત લે એવી શક્યતા, રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીમાં ભાગ લઈ શકે.

રાજ્યમાં કુલ 77,663 પોઝિટિવ કેસમાંથી 60,537 દર્દી ડિસ્ચાર્જ અને 2767ના મોત, હાલમાં 14,395 કેસ એક્ટિવ.

આગામી 5 દિવસ દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથી નિમિત્તે વડાપ્રધાન મોદી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી.

વૈષ્ણોદેવીની યાત્રા આજે સવારે 6 વાગ્યાથી શરૂ, હાલ ભીડ ઘણી ઓછી; પહેલા ગર્ભગૃહમાં દર્શન માટે અઢી કલાકનો સમય લાગતો હતો, હવે માત્ર પાંચ મિનિટ.

દેશમાં કોરોનાના કુલ 25 લાખ 87 હજાર દર્દીઓ : રાજસ્થાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ ઇન્દ્રજીત મહંતી પોઝિટિવ, મહારાષ્ટ્રના સહકારિતા મંત્રી પાટિલ પણ સંક્રમિત.

અમેરિકા સ્થિત હિન્દુઓની નારાજગીથી ડરીને બાઈડનનો ભારતપ્રેમ ઊભરાયો, અગાઉ CAA અંગે નકારાત્મક વલણ દાખવ્યું હતું.

એમેઝોનના જંગલમાં 10 વર્ષની સૌથી મોટી આગ, 10 દિવસમાં અડધું જંગલ ખાક થઇ ગયું.

વિશ્વમાં 2 કરોડ 14 લાખ દર્દીઓઃ મેક્સિકોના રાષ્ટ્રપતિએ કોરોના પીડિતો માટે 30 દિવસનો શોક જાહેર કર્યો, ત્યાં પાંચ લાખથી વધુ લોકો સંક્રમિત.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.