બનાસકાંઠા: આગામી 48 કલાકમાં ભારે વરસાદ, કલેક્ટરે ટ્વિટ કરી

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠા જીલ્લામાં આગામી 48 કલાકમાં ભારે વરસાદ આવી શકે છે. જેને લઇ જીલ્લા કલેક્ટરે ટ્વિટ કરી જીલ્લાવાસીઓને સાવચેત રહેવા અપીલ કરી છે. આ સાથે આપત્તિના સમયમાં તાત્કાલિક સહાય માટે જીલ્લા કંટ્રોલરૂમનો સંપર્ક કરવા અપીલ કરી છે. જીલ્લા સતત બે દિવસથી મેઘમહેર યથાવત છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં મેઘમહેર વચ્ચે આગામી 48 કલાકમાં ભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે. આ તરફ જીલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ ટ્વીટ કરી લોકોને સાવચેત રહેતા અપીલ કરી છે. અગાઉ પણ તંત્ર દ્રારા વરસાદની સ્થિતિને લઇ સ્ટેન્ડ બાય રહેતા અને હેડ ક્વાર્ટર નહિ છોડવા લાગતા-વળગતાં અધિકારીઓને જણાવેલ છે. કલેક્ટરે ટ્વિટ કરી આપત્તિના સમયમાં| તાત્કાલિક સહાય માટે જીલ્લા કંટ્રોલરૂમ નં: ૦ર૭૪ર રપ૦૬ર૭નો સંપર્ક કરવા અપીઁલ કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.