સાબરકાંઠામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી છ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં પાંચ તાલુકામાં છુટા છવાયા વરસાદી ઝાંપટા પડ્યા હતા. એક તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈને નીચાણવાળા વિસ્તાર અને રોડ પર પાણી ભરાયા હતા જોકે વરસાદ બંધ થતા પાણી ઓસરી ગયા હતા.જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો નગરના મુખ્ય બજાર વિસ્તાર, હનુમાનજી મંદિરમાં અને આસપાસ વિસ્તારમાં, નાની ભાગોળમાં સબજેલ આસપાસ વિસ્તાર, રેલવે સ્ટેશન રોડ પર આવેલી સોસાયટીઓમાં લાલબોડીગ પાછળ, ખોડીયાર કુવા સહિતના વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા હતા. જોકે એક ધારો વરસાદ વરસતા રોડ પર પાણી ભરાયા હતા. વરસાદે વિરામ લેતા ભરાયેલા પાણી ઓસરી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા તલોદ તાલુકામાં પોણા ચાર ઇંચ અને બીજા દિવસે પ્રાંતિજ તાલુકામાં પોણા ચાર ઇંચ વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ખેડબ્રહ્મા, વિજયનગર, ઇડર, હિંમતનગર અને તલોદ તાલુકામાં છુટા છવાયા વરસાદી ઝાંપટા પડ્યા હતા.