![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/09.jpg)
વડનગરમાં શિવમ શોપિંગ સેન્ટરની દુકાનો આગળ પાણી ભરાઇ
વડનગરમાં પડેલા અડધા ઇંચ વરસાદે પથારી ફેરવી નાખી હતી.શિવમ શોપિંગ સેન્ટરની દુકાનોમાં પાણી ઘૂસી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ગટરની યોગ્ય સફાઈ ન થતાં દુકાનો આગળ પાણી ભરાઈ જતાં વેપારીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.વડનગર બસ સ્ટેશન પાસે આવેલ શિવમ શોપિંગ સેન્ટરમાં પાણી નિકાલ માટે ગટરની સફાઈ ન થતાં પડેલા માત્ર અડધા ઇંચ વરસાદે વેપારીઓની પથારી ફેરવી નાખી હતી. પાણીનો નિકાલ ન થતાં દુકાનોમાં પાણી ઘૂસી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી,જોકે વરસાદ બંધ થઈ જતાં વેપારીઓએ રાહતનો દમ લીધો વડનગર પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી કાગળ પર થઈ હોય તેવું દેખાઇ રહ્યું છે.