ચંદ્રમુખી 2 ફિલ્મની રિલીજ તારીખ થઇ જાહેર, આ ખાસ તહેવાર પર મચાવશે ધૂમ

ફિલ્મી દુનિયા

Kangana Ranaut Chandramukhi 2: અભીનેત્રી કંગના રનૌતે ચંદ્રમુખી 2 ફિલ્મ રિલીજની તારીખ સોશિયલ મીડિયા પર જાહેર કરી છે. કંગના રનૌતે 29 જૂને ચંદ્રમુખી 2નુ પહેલુ પોસ્ટર ઇંસ્ટાગ્રામ પર શેર કર્યુ અને કેપ્શનમા લખ્યુ કે, ‘ચંદ્રમુખી’ આ વર્ષે ફરી સપ્ટેમ્બરમાં આવી રહી છે. રાઘવ લૉરેંસ પોસ્ટરમા ઇંટેંસ લૂક સાથે દરવાજાના એક છિંદ્રમાથી જોતા જોવા મળ્યા છે. ચંદ્રમુખી 2નુ પોસ્ટર રિલીજ થતા જ ઇંટરનેટ પર વાયરલ થવા લાગ્યુ છે.

ચંદ્રમુખી ફિલ્મ આ વર્ષે ગણેશ ચતુર્થી પર થિયેટરમા રિલીજ થશે. ચંદ્રમુખી ભાગ-2ના પોસ્ટરમા રાઘવ લોરેંસની એક જલક જોવા મળી છે. ચંદ્રમુખી 2ના પોસ્ટરમા જે દરવાજામાથી રાઘવ લોરેંસ જોઈ રહ્યા છે, તેના પર એક ત્રિશુલ છે. ચંદ્રમુખી 2 ના પોસ્ટરની સાથે કંગના રનૌતે કેપ્શનમા લખ્યુ – ‘ સપ્ટેમ્બરમા ફરી આવી રહી છે.. શુ તમે તૈયાર છો ?

ચંદ્રમુખી 2મા કંગના રનૌત અને રાઘવ લોરેંસ લીડ રોલમા જોવા મળશે. રાઘવ-કંગના સિવાય લક્ષ્મી મેનન, રવિ મારિયા, મહિલા નામબિયાર, સુભિક્ષા કૃષ્ણન અને વાડિવેલુની મહત્વપુર્ણ ભુમિકા ભજવતા જોવા મળશે. ચંદ્રમુખી 2 ફિલ્મનુ નિર્દેશન પી.વાસુએ કર્યુ છે, આ ફિલ્મના પ્રોડ્યુસર લાઈકા પ્રોડક્શન અને સુબાસ્કરણ છે. આ ફિલ્મ પાંચ અલગ અલગ ભાષા તમિલ, તેલુગુ, હિંદી, મલયાલમ, કન્નડમા રિલીજ થશે. કંગના રનૌતે થોડા દિવસ પહેલા પોતાની ફિલ્મ ઈમરજેંસીનુ પણ ટીજર રિલીજ કર્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.