![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/09-12.jpg)
પાટણમાં સ્વ સહાય જૂથની બહેનો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું
ગૃહ ઉદ્યોગની 6 દિવસની તાલીમમાં બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા પાટણ દ્વારા બહેનોને ગૃહ ઉદ્યોગમાં સાબુ, પાવડર, ફિનાઇલ અને બામ બનાવતાં શીખવાડવામાં આવેલ. છેલ્લા દિવસે સમાપન કાર્યક્રમમાં સંસ્થાના નિયામક ડૉ. રુદ્રેશ ઝૂલા દ્વારા તાલીમાર્થી બહેનોએ સ્વરોજગારી શા માટે કરવી, સ્વરોજગારી દ્વારા માર્કેટ માટે સંસ્થા કઈ રીતે મદદરૂપ થઈ શકશે તેમજ ઉત્પાદિત વસ્તુનું ક્યાં વેચાણ કરવું તે બાબતે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત લીડ બેંક મેનેજર દ્વારા બેંકની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાથે તાલુકા વિકાસ અધિકારી ગીતાબેન દ્વારા બહેનોને પ્રોત્સાહનલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમ કાર્યક્રમમાં છેલ્લે તમામ તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરી તાલીમ સમાપન કરાવામાં આવી હતી.