Weather Update/ રાજસ્થાન સહિત આ રાજ્યોમાં 5 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા, જાણો તમારા શહેર આજે કેવું રહેશે વાતાવરણ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ચોમાસાના આગમન સાથે દેશનાં બધા જ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD)નું કહેવું છે કે હાલના દિવસોમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદનો સમયગાળો ચાલુ રહેશે. વિભાગના દીગ્ગ્જ વૈજ્ઞાનિક ડૉ.નરેશ કુમારના જણાવ્યા અનુસાર ચોમાસું સંપૂર્ણ સક્રિય અને એડવાન્સ તબક્કામાં આવી ગયું છે. મધ્યપ્રદેશમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં 12 સેમી વરસાદની સંભાવના છે. તેવી જ રીતે ગુજરાત અને ગોવામાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. અને આજે દક્ષિણ ગુજરાત અને કોંકણ-ગોવામાં 20 સેમી જેટલો વરસાદ પડવાની શક્યતાઓ છે. દેશના પૂર્વ અને ઉત્તરપૂર્વીય ભાગમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે.

મધ્યપ્રદેશના આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે.  હવામાન વિભાગે આજે પન્ના, દમોહ, સાગર, ટીકમગઢ, છતરપુર, નિવારી, મંદસૌર, નીમચ, ગુના, અશોકનગર, શિવપુરી, રાજગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ માટે વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉમરિયા, કટની, જબલપુર, નરસિંહપુર, સિવની, બાલાઘાટ, શ્યોપુર, ભિંડ, મુરેના, ગ્વાલિયર, દાતિયા, શાહજહાંપુર, આગર, ઉજ્જૈન, રતલામ, ઝાબુઆ, અલીરાજપુર બરવાની, ભોપાલ અને વિદિશામાં પણ આજે ભારે વરસાદની સંભાવના છે.

મુંબઈમાં આજે ઓરેન્જ એલર્ટ

IMD અનુસાર આજે મુંબઈમાં ભારે વરસાદની સંભાવના છે. વિભાગે ત્યાં માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે આજે ઉત્તરાખંડના નૈનીતાલ, પૌડી, ટિહરી, પિથોરાગઢ, દેહરાદૂન હરિદ્વાર, બાગેશ્વર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડમાં 30 જૂન, 1 અને 2 જુલાઈએ હવામાન એલર્ટ રહેશે. વરસાદનો આ તબક્કો 2 જુલાઈ સુધી ચાલુ રહેવાની સંભાવના છે. આ દરમિયાન સામાન્ય જનતા અને યાત્રાળુઓને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદની સંભાવનાને જોતા તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

દિલ્હી-NCRમાં આજે કેવું રહેશે વાતાવરણ 

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ અનુસાર, રાજસ્થાનમાં ભારે વરસાદનો સમયગાળો ચાલુ રહેશે. આગામી કેટલાક દિવસો સુધી પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે. દિલ્હી-NCR (Delhi NCR Weather Update), હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાનના ભાગો, સૌરાષ્ટ્ર, કચ્છ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને રાયલસીમામાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આજે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના બાકીના ભાગો, ઝારખંડ, પૂર્વ મધ્ય પ્રદેશ અને વિદર્ભ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.