ડીસાના વાહરા ગામમાંથી પસાર થતો રોડ છેલ્લા દોઢ વર્ષથી બિસ્માર હાલતમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકાના અનેક ગામોમાં રોડ-રસ્તાની સમસ્યા છે. રોડની સુવિધા ન હોવાથી અથવા અધૂરી કામગીરીથી ખેડૂતો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખેડૂતો તથા સ્થાનિકોએ રસ્તાને લઈને હૈયા વરાળ ઠાલવી રહ્યા છે ગામના સ્થાનિક લોકો એ જણાવ્યું હતું કે, ડીસા તાલુકાના વાહરા ગામની આવી જ સમસ્યા છે. આ ગામમાં એક કાચો રસ્તો પસાર થતો હતો. જેના કારણે અહીંથી પસાર થતા પશુપાલકો અને ખેડૂતોને મુશ્કેલી પડતી હતી. ગામમાંથી પસાર થતો આ એકમાત્ર રસ્તો છે. જો રસ્તો ડામરનો બને તો લોકોને ઘણી રાહત મળે તેમ હતું. આથી ગ્રામજનોએ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા સહિત અનેક સરકારી કચેરીઓમાં રજૂઆત કરી હતી. દોઢ વર્ષ અગાઉ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ ગામમાંથી પસાર થતા રોડનું ખાતમુહૂર્ત કરી નવો રોડ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી આજ દિન સુધી પાકો રોડ બનતા માત્ર મેટલ નાખવા આવી છે લોકો ની સમસ્યામાં વધારો થયો હતો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.