પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની સામાન્ય ચૂંટણી જાહેર

પાટણ
પાટણ

પાટણ ખેતીવાડી બજાર સમિતિની સામાન્ય ચૂંટણી માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પડાયા બાદ 26 જૂનના રોજ પ્રથમ મતદાર યાદી જાહેર કરવાની હતી જેના માટે ચૂંટણી અધિકારી સહકારી રજિસ્ટર પાટણની કચેરી દ્વારા ખેડૂત વેપારી અને ખરીદી વેચાણ વિભાગની મતદાર યાદી 20 જૂન સુધી મંગાવી હતી .જે દરમિયાન ખેડૂત વિભાગમાં 455 ,વેપારી વિભાગમાં 438 અને ખરીદ વેચાણ મંડળી વિભાગમાં 66 મતદારોની યાદી મળી હતી .જિલ્લા રજીસ્ટ્રાર કચેરીના ચૂંટણી માટેના અધિકૃત અધિકારી રમેશભાઈ દેસાઈ દ્વારા 26 જૂનના રોજ આ મતદાર યાદીની પ્રથમ પ્રસિદ્ધિ કરી હતી.

જણાવ્યા અનુસાર મતદાર યાદી પ્રસિદ્ધ થયા પછી આગામી 10મી સુધી સુધારા વધારા અને વાંધા અરજીઓ લેવાશે. તબક્કાવાર 3યાદી પ્રસિદ્ધ કરાશ. જોકે પ્રથમ યાદીમાં મોટાભાગના મતદારો આવી જાય છે તેમ છતાં કોર્ટ કેસમાં મંજૂરી મળી હોય કે અન્ય ટેકનીકલ કારણથી નોંધણી ન થઈ શક્યું હોય તે બીજા બે તબક્કામાં નોંધણી કરાવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં ભાજપના બે જૂથો સામ સામે આવી ગયા હતા જેમાં દશરથભાઈ પટેલ પક્ષના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડ્યા હોવાથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

મતદાર યાદી બહાર પડવા સાથે પડદા પાછળ રાજકીય કવાયત શરૂ થઈ ગઈ છે. ગઈ વખતે ભાજપના બે જૂથ વચ્ચે ભારે રસાકસી ચાલી હતી આ વખતે ભાજપ કોને મેન્ડેટ આપશે તેને લઈને અટકળો ચાલી રહી છે. પાછલી ચૂંટણીના ઉમેદવાર સ્નેહલ પટેલ પક્ષ તક આપશે તો ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે.જ્યારે ગત ચૂંટણીમાં ભાજપને માત આપનાર ડીજે પટેલ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી ચુક્યા છે. જોકે તેઓ કોઈ ચહેરો મેદાનમાં લાવશે તેવા અનુમાન શરૂ થયા છે.બીજી મતદાર યાદી જાહેર થયા પછી રાજકીય ચહેરા મેદાનમાં સામે આવશે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.મતદાર યાદી ફાઇનલ થયા પછી 24 ઓગસ્ટ સુધીમાં ઉમેદવારી પત્રો ભરી શકાશે. 25 ઓગસ્ટે ચકાસણી કરાશે. 28 ઓગસ્ટ સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. 4 સપ્ટેમ્બરના રોજ મતદાન થશે અને 5 સપ્ટેમ્બરના રોજ મત ગણતરી કરાયા બાદ પરિણામ જાહેર કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.