થરા હાઇવે પર સ્વિફ્ટે અનેબાઇક વચ્ચે અકસ્માત ઘટનાસ્થળે જ ત્રણ મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના રૂની ગામે ભાગિયા તરીકે કામ કરે છે. જોઓ પોતાના ગામે પરિવાર સાથે મકાનના કામ અર્થે આવ્યા હતા. જ્યાં કામ પતાવીને ગતરોજ રુની જવા માટે બાઇક લઇને પત્ની અને પુત્રી સાથે જઇ રહ્યા હતા. ત્યારે વડા ગામ નજીક આવતા થરા તરફથી રોંગ સાઈડમાં આવતા સ્વિફ્ટ કાર નં(Gj-01-RU-9506)ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી.

કારે ટક્કર મારતાં 30 વર્ષીય વેરસીજી ઠાકોર તેમના પત્ની ભાનુબેન ઠાકોર અને 6 વર્ષીય પુત્રી રાજલનું ઘટના સ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે 200 મીટર જેટલા મૃતદેહો ઢસડાયા હતા. અકસ્માતની જાણ થરા પોલીસને થતાં મૃતદેહોને પી.એમ માટે ખસેડીને મૃતકના પરિવારને જાણ કરતાં પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.