હારિજ માર્કેટયાર્ડમાં જીરાનો 13500 ભાવ બોલાયો

પાટણ
પાટણ

સમગ્ર જીરું ઉત્પાદન થતા વિતારોમાં રવીપાક સીઝનમાં માવઠાએ ઇસબગુલ અને ખાધાજીરુંના પાકને ભારે નુકશાન કરતા ઉત્પાદન ઘટી ગયું છે. હતા જે વર્તમાન સમયે ઉત્પાદનમાં ફટકો પડયો છે.અને અન્ય જીરું ઉત્પાદન કરતા દેશોમાં પણ ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાથી વૈશ્વિક આગઝરતી તેજી જોવા મળી રહી છે .જેના કારણે ખાધાજીરુંના ભાવો રેકોર્ડબ્રેક થતા હારિજ યાર્ડમાં 20 કિલોના ભાવની હરાજી રૂ.13500 સુધી બોલી બોલાઈ હતી. હારિજમાં જીરાની 451 બોરીની આવક થઈ હતી.

ગોવના ગામના ખેડૂત જણાવ્યા મુજબ ખાધ્યજીરુની માંગ સમગ્ર દુનિયામાં વધી રહી છે. અને વઢિયાર સહિત જીરું ઉત્પાદન થતા વિસ્તારોમાં માવઠાએ ભારે ફટકો આપ્યો છે તદ ઉપરાંત તુર્કી અને સિરિયા જેવા જીરું ઉત્પાદન કરતા દેશોમાં પણ ઘટાડો થતા વૈશ્વિક તેજી આવી છે.અને ગયા વર્ષ કરતા ડબલથી પણ વધુ ભાવો થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.