પ્રથમ વખત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજધાની દિલ્હીમાં સ્વતંત્રતા દિવસની તૈયારીઓની ચાલી રહી છે. ગુરુવારે જવાનોએ લાલ કિલ્લા પર ફુલ ડ્રેસમાં રિહર્સલ કર્યું હતું. રિહર્સલ દરમિયાન ઝડપથી વરસાદ શરૂ થયો હતો. જોકે સુરક્ષાદળોએ ઝડપી વરસાદમાં પણ રિહર્સલ પુરુ કર્યું હતું. કોરોના સંકટના કારણે આ વખતે 15 ઓગસ્ટના આયોજનમાં ખાસ તકેદારી રાખવામાં આવી છે.

આ વખતે મહેમાનોની સંખ્યામાં કાપ મૂકવામાં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા માટે લોકોને દૂર-દૂર બેસાડવાનું પણ પ્લાનિંગ છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આ વખતે સ્વતંત્રતા દિવસ સમારંભ માટે ઓપન પાસ ઈસ્યું કરવામાં આવી રહ્યાં નથી. આ સિવાય લોકોની બેઠક વ્યવસ્થા અને કાર્યક્રમ સ્થળ પરની સુરક્ષા વ્યવસ્થામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.