પાટણ શહેરના હંસાપુર ગામમાં નજીવી બાબતે પુત્રએ માતાને બ્લેડ મારી

પાટણ
પાટણ

પાટણ શહેરના હાંસાપુર ગામે વાલ્મિકીવાસમાં રહેતા પુષ્પાબેન કનુભાઇ સોલંકી તેમના ઘરે શુક્રવાર રાત્રે આઠ વાગ્યાના અરસામાં બે ત્રણ જેટલા અજાણ્યા છોકરાઓ આવ્યા હતા અને વિજય ક્યાં ગયો મારો મોબાઇલ લઇને આવ્યો છે. જેથી માતાએ વિજયને જગાડ્યો હતો મિત્રોને મળી વિજય પરત ઘરમાં આવીને તેની માતાને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી તારે મને સુતો હોય ત્યારે ઉઠાડવો નહી કહેતા માતાએ અપશબ્દો બોલવાની ના કહેતા વિજય ઉશ્કેરાઈ જઈને બ્લેડ માતાના ગાલ ઉપર મારતાં લોહી નિકળવા લાગ્યું હતું. પુત્રએ માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલાએ નાના દીકરાને બોલાવી ધારપુર સીવીલમાં દાખલ થઈ હતી મહિલાના નિવેદન આધારે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.