પાટણની શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીમાં સાઈબર સિક્યોરીટી વિશે માહિતી અપાઈ

પાટણ
પાટણ

પાટણ કનસડા દરવાજા સ્થિત શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીમાં જીલ્લા કાનુની સેવા સમિતિ તરફ થી નમ્રતાબેન ઠકકર કે જેઓ પેએલવી (Para-Legal volunters) તરીકે પાટણની ડીસ્ટ્રીકટ કોર્ટમાં સેવા આપી રહ્યા છે. તેઓએ વિદ્યાર્થીઓને લીગલ સલાહ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં આ વર્ષે સાઈબર ક્રાઈમનાં કેસોમાં 90% વધારો થયો છે અને પાટણમાં પણ રોજનાં 10 થી 15 કેસો આવી રહયા છે. જીલ્લાની પોલીસ ઓફીસમાં સાઈબર ક્રાઈમની ઓફીસમાં તમારી કમ્પલેઈન જેટલી બને તેટલી ઝડપથી નોંધાવવી. વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો સંતોષકારક રીતે આપી સાઈબર ફ્રોડથી બચવા સલાહ આપી હતી.લાઈબ્રેરીનાં પ્રમુખે સ્વાગત કરી વિદ્યાર્થીઓને મોબાઇલનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.