મુંબઈમાં આગામી 27મી જુને આઈ.સી.સી વર્લ્ડકપના કાર્યક્રમની જાહેરાત થાય તેવી શક્યતા જોવા મળી
ભારતની ભૂમિ પર આગામી 5મી ઓક્ટોબરથી રમાનારા આઇસીસી વન ડે વર્લ્ડકપનો કાર્યક્રમ આગામી 27મી જુનના રોજ મુંબઈમાં એક સમારંભ દરમિયાન જાહેર કરવામાં આવશે.આમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ અને ભારતીય ક્રિકેટ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાનારા સમારંભમાં વર્લ્ડકપનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.જે અનુસાર વર્લ્ડકપની સૌપ્રથમ મેચ અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.જેમાં 5મી ઓક્ટોબરે ઈંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ વચ્ચે સૌપ્રથમ મેચ રમાશે.જ્યારે ભારત 8મી ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે તેની સૌપ્રથમ મેચ રમશે.જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 15મી ઓક્ટોબરે અમદાવાદમાં મુકાબલો રમાશે.