ભારતીય પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમને લઈને મોટા સમાચાર, BCCIએ લીધો આ મહત્વનો નિર્ણય

Sports
Sports

આ વર્ષના અંતમાં ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન થવાનુ છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટો નિર્ણય લીધો છે. આ વખતે BCCI પોતાની પુરૂષ અને મહિલા બંને ટીમોને એશિયન ગેમ્સમાં મોકલશે. એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઈવેન્ટ T20 ફોર્મેટમાં યોજવામાં આવે છે.

એશિયન ગેમ્સ જે સમયે યોજાવાની છે તે જ સમયે ભારતમાં વનડે વર્લ્ડ કપનું પણ આયોજન કરવામાં આવશે. આવી સ્થિતિમાં પુરુષોની B ટીમને એશિયન ગેમ્સમાં મોકલવામાં આવશે. સુત્રોના અહેવાલ મુજબ BCCI આ ઈવેન્ટમાં અગ્રણી મહિલા ખેલાડીઓ સાથે મજબૂત ટીમ મોકલશે. આ વખતે એશિયન ગેમ્સનું આયોજન 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી થવાનું છે. જ્યારે 5થી 23 ઓક્ટોબર દરમિયાન વર્લ્ડ કપનું આયોજન થઈ શકે છે. BCCI 30 જૂન પહેલા જ એ ખેલાડીઓની યાદી મોકલશે જે એશિયન ગેમ્સમાં રમવા માટે મોકલવામાં આવશે.

આ પહેલા BCCIએ વર્ષ 2010 અને 2014માં રમાયેલી એશિયન ગેમ્સમાં ભારતની પુરુષ કે મહિલા ટીમને મોકલી ન હતી. ચીનના હાંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સના શેડ્યૂલમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2018માં જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાં ક્રિકેટની ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું ન હતું. ગત વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે ક્રિકેટ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ મેચમાં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે ટીમ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.