ઓસ્ટ્રેલિયા: એક ઇનિંગ્સમાં 10 વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરનું નિધન

Other
Other

ઓસ્ટ્રેલિયા ક્રિકેટને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાએ એક દાવમાં 10 વિકેટ લેનાર બોલર પીટર એલનને ગુમાવ્યો છે. પીટરે 87 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેના જવાથી સમગ્ર ઓસ્ટ્રેલિયન ક્રિકેટ આઘાતમાં છે. 1935માં ક્વીન્સલેન્ડમાં જન્મેલા પીટર ફાસ્ટ બોલર હતા. ક્વીન્સલેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તેના નામે છે. તેણે 1965માં એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

જો કે તેણે ઓસ્ટ્રેલિયા માટે માત્ર એક જ મેચ રમી હતી, તેમ છતાં તેની કહાની અદ્ભુત હતી. શેફિલ્ડ શીલ્ડમાં મજબૂત પ્રદર્શનને કારણે, 1964-1965માં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે તેની ઓસ્ટ્રેલિયન ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે તે પ્રવાસ પર જ રહી ગયો. આ માટે, ટેસ્ટ રમી શક્યા નહીં. આ પછી, તેણે 1965માં એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કર્યું. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં 2 વિકેટ ઝડપી હતી.

જોકે બીજી ટેસ્ટમાં પીટરને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ એલન કોનોલીને તક મળી હતી. બીજી ટેસ્ટમાંથી બહાર થયા બાદ, તે શેફિલ્ડ શીલ્ડમાં રમવા માટે પાછો ફર્યો અને જાન્યુઆરી 1966માં વિક્ટોરિયા સામે ક્વીન્સલેન્ડ માટે પ્રથમ દાવમાં 61 રનમાં 10 વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયાનો આ ત્રીજો સર્વશ્રેષ્ઠ બોલિંગ રેકોર્ડ હતો. તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની એક ઇનિંગમાં 10 વિકેટ લેનારા ત્રણ ઓસ્ટ્રેલિયન બોલરોમાંનો એક હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.