ચાણસ્મા નજીક આવી રહેલા કેમિકલ લિસ્ટ પ્રોજેક્ટનો ગ્રામજનોએ સૂત્રોચાર કરી વિરોધ

પાટણ
પાટણ

ચાણસ્મા નજીક ઝીલીયા વાસણા પાસે કેમિકલ લિસ્ટ પ્રોજેક્ટને આવી રહ્યો છે. જેનો ચાણસ્મા શહેરના નગરજનોએ વિરોધ ચાલુ કર્યો છે. બે દિવસ પહેલા મામલતદાર અને કલેક્ટરને આ પ્રોજેક્ટ રોકાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું. જ્યારે ગુરુવારે ખેડૂતો અને યુવાનો, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ સરદાર ચોક ખાતે ચાણસ્મા નજીક આવી રહેલી કેમિકલ લિસ્ટ પ્રોજેક્ટને હટાવો તેવા સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ચાણસ્માના પાટીદાર અગ્રણી લાલભાઈ પટેલ જણાવ્યું હતું કે, ચાણસ્મા નજીક આ કેમિકલ નિકાલનો પ્રોજેક્ટર સ્થાપિત કરવામાં આવશે તો ચાણસ્મા તાલુકાની 1000 વીઘા જમીન ની ફળદ્રુપતા ઉપર જનજીવન ઉપર અને પર્યાવરણ પર ઘેરી અસર પડશે. જેના પગલે અમે નગર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મળીને વિરોધ નોંધાવીએ છીએ અને આ પ્રોજેક્ટ બંધ રહે તે માટે સાંસદ ભરત ડાભીને તેમજ કલેકટર અને મામલતદારને લેખિત આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો છે.

ચાણસ્મા નગરના તેમજ આજુબાજુ ગામના ખેડૂતોની બેઠક બોલાવીને કેમિકલ વેસ્ટ પ્રોજેક્ટ બંધ રહે તેના માટે અને 30મી જુનના રોજ સ્થળ ઉપર આ પ્રોજેક્ટ અંગેની સુનાવણી હાથ ધરાનાર છે તે મોકૂફ રાખવામાં આવે તે અંગે વિરોધ નોંધાવવા માટેનું આયોજન કરી દેવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.