નડાબેટ પર ઝીરો પોઈન્ટ સુધી પહોંચતો 100 મી. રોડ ધોવાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

બિપરજોય વાવાઝોડાના કારણે નડાબેટથી ઝીરો પોઈન્ટ સુધીનો 100 મીટરનો રોડ સંપૂર્ણ પણે ધોવાઈ ગયો છે. સીમા દર્શન થી બોર્ડર સુધી જવા માટે નો રોડ લગભગ 25 કિમીનો છે જેના પર વાહન થી બોર્ડર સુધી પહોંચી શકાય છે. 15મી જૂને વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદના કારણે આ રસ્તાની બન્ને તરફ વરસાદનું પાણી ભરાઈ ગયું છે. અત્યારે નજારો દરિયા જેવો લાગે છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તાર નિચાણમાx હોવાથી પાકિસ્તાન તરફથી પણ પાણી આવે છે.

જો કે આમ તો દર ચોમાસામાં પાણી આવતુ હોય છે અને શિયાળા પછી પણ પાણી રહેતુ હોય છે પણ રસ્તો બંધ નથી થતો. આ વખતે બિપરજોય વાવાઝોડાના કારણે 15મી રાતે અને 16મી ખાબકેલા વરસાદે અહિંયા પણ નુકસાન કર્યું છે. લગભગ એક મીટરનો રોડ સંપૂર્ણ ધોવાઈ ગયો છે. દૃશ્ય એવો દેખાય છે જાણે નાળું તૂટી ગયુ હોય અને રોડ વચ્ચે થી બે ભાગમાં વહેંચાઈ ગયો હોય. સૂત્રોના પ્રમાણે આ રોડની મરામતનું કામ કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ દ્વારા કરાય છે.

એટલે કેટલા દિવસમાં આ કામ પૂર્ણ થશે કહી શકાય નહીં. રાહતની વાત છે કે ઝીરો પાઇંટ પર પ્રવાસીઓ માટે મુકેલા અન્ય આકર્ષણો વોચ ટાવર, સેલ્ફી પાઇંટ અને અન્ય ને કોઈ નુકસાન નથી થયુ.આ રોડ તૂટવાથી બીએસએફ ના મુવમેન્ટ પર કોઈ અસર નથી પડી. બીજા રસ્તાનો ઉપયોગ કરી જવાનો ત્યાં ફરજ પર જઈ રહયા છે. આ રસ્તો જલ્દીથી જલ્દી રિપેર તેવું બીએસએફ પણ ઈચ્છે છે કારણ કે જ્યાર સુધી આ રસ્તો રિપેર નહીં થાય ત્યાર સુધી બીએસએફ ને પણ લાંબા રસ્તા થી જવુ પડશે. બીજી તરફ પ્રવાસીઓ પણ ઝીરો પાઈંટ સુધી નહીં જઈ શકે.

ઉલ્લેખનીય છે કે દોઢ વર્ષ પહેલાં સીમા દર્શન પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો હતો. ઝીરો પાઈંટ પર જતાં પહેલાં મ્યુઝિયમ, પરેડ જવા આકર્ષણો ઉભા કરાયા હતા જેના લીધે મોટી સંખ્યામાં લોકો મુલાકાત લેતા હતા. વાવાઝોડાથી ઝીરો પાઈંટ સુધી જવા માટે પ્રવાસીઓ થોડા દિવસો સુધી રાહ જોવી પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.