વર્ષ 2017માં પેટ્રોલ પંપ ઉપર બનેલી ઘટનામાં પાંચ આરોપીઓને ઊંઝા સિવિલ કોર્ટે ત્રણ વર્ષની સજા આપી; 5 હજારનો દંડ ફટકાર્યો

મહેસાણા
મહેસાણા

ઊંઝા સરદાર ચોકની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા બાબતે માથાકૂટ થઇ હતી. જેમાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. વર્ષ 2017માં થયેલા પોલીસ કેસમાં પાંચ આરોપીઓને ગતરોજ ઊંઝા સિવિલ કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે.

ઊંઝા સરદાર ચોક નજીક આવેલા તાલુકા પેટ્રો પ્રોડક્ટ પરચેજ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સોસાયટીના નામથી ચાલતા પેટ્રોલ પંપ ઉપર ગત વર્ષ 2017માં પટેલ શૈલેષ ભોળાભાઈ પોતાની ગાડી લઈને પેટ્રોલપંપ ઉપર ગયા હતા. જેમાં પેટ્રોલ પંપ પર ફરજના કર્મચારીને ગાડીમાં પેટ્રોલ ફૂલ કરવાનું જણાવ્યું હતું. જેમાં ગાડીમાં કર્મચારીએ પેટ્રોલ ફૂલ કરતા ગાડીમાં 41 લીટર પેટ્રોલ આવ્યું. જે જણાવતા ગાડી માલિક પટેલ શૈલેષ એ કહ્યું કે, ગાડીમાં 35 લીટર પેટ્રોલ આવે છે. જે બન્ને વચ્ચે માથાકૂટ થતા પટેલ શૈલેષ એ ફોન કરી અન્ય ઈશમોને પેટ્રોલપંપ ઉપર બોલાવી ઓફિસમાં ગેરકાયદેસર ઘૂસીને તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છુટ્ટા પથ્થરો માર્યા હતા. જે પેટ્રોલપંપ ઉપરના કર્મચારીઓને વાગ્યા હતા.

જેને લઈને પાંચ આરોપીઓ જેમાં (1) પટેલ શૈલેષ ભોળાભાઈ (2) પટેલ રમેશ ઈશ્વરભાઈ (3)પટેલ પ્રિયંક સુરેશભાઈ ભાણો (4) પટેલ મહેન્દ્ર રેવાભાઈ (5) પટેલ સંજય ખોડાભાઈ ઊંઝા પોલીસ સ્ટેશનમાં આ પાંચે વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

આજરોજ ઊંઝા એડિશનલ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ઊંઝા જજ કે.આર. ગોહિલની કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદી તેમજ સત્તર જેટલાં સાહેદ પંચ સાક્ષી તપાશ્યા હતા. સરકારી વકીલ એપીપી જે.જે. મોર તથા ઇન્ચાર્જ એપીપી આર.ઝેડ. વિહોલની દલીલોને ગ્રાહ્ય રાખી પાંચે આરોપીને ઊંઝા કોર્ટે સજા સંભળાવી હતી.

જેમાં ઈપીકો કલમ 143 ગુનામાં છ માસની સાદી કેદ અને 1000 રૂપિયાનો દંડ કર્યો હતો. ઈપીકો કલમ 332 ગુનામાં ત્રણ વર્ષની સાદી કેદ 5000 દંડ, ઈપીકો કલમ 337 ગુનામાં છ માસની કેદ અને 500 રૂપિયાનો દંડ, ઈપીકો કલમ 452 ગુનામાં ત્રણ વર્ષની સાદી કેદ અને 5000 રૂપિયા દંડ અને જો દંડ ભરવામાં કસૂરવાર ગણાય તો એક માસની વધુ સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રત્યેક આરોપીને એકી સાથે સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.