અરવલ્લીના 230 ગામોના 1568 સામુહિક સોકપીટના કામોને મંજૂરી
અરવલ્લી જિલ્લામાં સ્વસ્થ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં ગ્રામીણ સહિતના અન્ય જિલ્લા સુખાકારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વર્ષ 2023 24 માટે જિલ્લાના 230 ગામડાઓ આવરી લેવામાં આવ્યા હતા ગામડાઓમાં ઘન અને પ્રવાહી કચરાને વ્યવસ્થાપન માટે 1568 સામૂહિક સામૂહિક શોકપીટના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
સ્વચ્છ ભારત મિશન –ગ્રામીણ યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લા ગામોને ઓડીએફ જાહેર કરવા હેતુ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અરવલ્લી ખાતે જિલ્લાના તમામ ગામો પૈકી AIP વર્ષ 2023-24 માટે કુલ 230 ગામોમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન હેઠળ કરવાના થતા કામોની મંજૂરી માટે જિલ્લા કક્ષાએ ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી, આર.એન.કુચારા અને નિયામક ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સુખાકારી સમિતિની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
કો-ઓર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ સહિતના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. 179 સેગ્રિગેશન શેડ અને 412 સામુહિક કમ્પોસ્ટ પીટ તેમજ પ્રવાહી કચરા વ્યવસ્થાપન હેઠળ નાના સોકપીટ કુલ 1459 અને મોટા સોકપીટ 109 એમ કુલ. 1568 સામુહિક શોકપીટ લીચપીટનાં કામોની મંજૂરી આપી છે.