મોટી ઘરનાળમાં દિશા સુચક બોર્ડને લઈ અવઢવ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ભીલડી : ડીસા તાલુકાના કાપરાથી ભીલડી જોડતા રોડ પરથી ઘરનાળ મોટી ગામ ૨.૧ કી.મી. દુર આવેલુ છે.આ રોડ પર દિશા નિર્દેશ બોર્ડ અવળુ છપાયેલ હોવાથી આ બોર્ડને જો આ રોડ પર લગાવવામા આવે તો સોયલા તેમજ બલોધર બે ગામો વિરૂદ્ધ દિશામા તેમજ અંતરમાં પણ મોટો તફાવત દર્શાવતા હોવાથી આ દિશા સુચક બોર્ડને ભીલડી કાપરા રોડ પર મોટી ઘરનાળ જતા રોડ પર ઉભુ કરવાને બદલે આ બોર્ડને મોટી ઘરનાળ ગામના ગોંદરે રોડથી ૨ કી. મી.કરતા વધુ અંતરે ઉભુ કરી દેવામાં આવ્યું છે. ઘરનાળ મોટી ગામમાં જવાના રસ્તા તરફ બલોધર ગામનો દિશા નિર્દેશ કરેલ હોવાથી બહારના અજાણ્યા વાહન ચાલકો કે જેઓ નેશનલ હાઈવે કે ગોઢા ગામ તરફથી આવતા હોય અને જેમને કાપરા કે બલોધર ગામ તરફ જતા હોય છે. તેઓ ઘરનાળ મોટી ગામમા ઘુસી જાય છે. તો આ અંગે તંત્ર દ્વારા ઘટતુ કરી અજાણ્યા વાહન ચાલકો માટેની અવઢવ દુર કરવા આ દિશા દર્શક બોર્ડને દુર કરવામા આવે તેવી જન માંગ ઉઠવા પામી છે. આ દિશા દર્શક બોર્ડ બીલ પાસ કરવાના આશયથી અહીયા ઉભુ કરી દેવાયુ હોવાના આક્ષેપો લોકો દ્વારા થઈ રહેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.