વિદેશ જવા માટે પાસપોર્ટ પરત આપવાની અરજી કોર્ટે ફગાવી, 13 જુલાઈએ આવશે સાગરદાણ કેસનો ચૂકાદો
દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની હાલ વિદેશ જવા પર કોર્ટે રોક લગાવી છે. વિપુલ ચૌધરીએ અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં 6 માસ માટે વિદેશ રહેતા પરિવારને મળવા માટે પાસપોર્ટ આપવાની અરજી કરતા કોર્ટ અરજી મંજુર કરી હતી.જોકે 13 જુલાઈએ સાગરદાણ કેસનો ચુકાદો આવવાનો હોવાથી હાલના તબક્કે પાસપોર્ટ આપી શકાય નહીં તેવું કોર્ટનું અવલોકન સામે આવ્યું છે.અગાઉ કોર્ટ સાથે પાસપોર્ટ મામલે હકીકત છુપાવાઈ હોવાની બાબત પણ ધ્યાને લેવામાં આવી છે.હાલમાં આ મામલે બેલ રિજેક્ટની એપ્લિકેશન હાઇકોર્ટેમાં પડતર છે.ત્યારે સરકારી વકીલ વિજય બારોટ આ કેસમાં મહેસાણા સેસન્સ કોર્ટમાં દલીલ કરતા કોર્ટ વિપુલ ચૌધરીની પાસપોર્ટ પરત આપવાની અરજી ફગાવી દીધી છે.
વિપુલ ચૌધરીએ પોતાનો પરિવાર અમેરિકામાં તેમજ ઓસ્ટ્રેલિયામાં હોવાથી મળવા જવા માટે પાસપોર્ટ આપવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેના પગલે ગુજરાત હાઇકોર્ટે વિપુલ ચૌધરીને છ માસના સમયગાળા માટે પાસપોર્ટ આપવાનો આદેશ પણ કર્યો હતો. જોકે મહેસાણા સેસન્સ કોર્ટમાં સરકારી વકીલ સાગરદાણ કેસ મામલે દલીલ કરતા કોર્ટ ફરી એકવાર પાસપોર્ટ અંગેની અરજી ફગાવી છે.
દૂધસાગર ડેરીના સાગરદાણ અને કર્મચારી બોનસ કૌભાંડ મામલે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ધરપકડ બાદ પાસપોર્ટ જમા લેવામાં આવ્યો હતો. જુલાઈ 2021 માં વિપુલ ચૌધરીએ અમેરિકા સ્થિત પોતાના પુત્રની કોલેજમાં કાર્યક્રમમાં જવા માટે પાસપોર્ટ આપવા મંજૂરી માંગી હતી. જો કે જે તે સમયે અમદાવાદની સીટી સિવિલ કોર્ટે વિપુલ ચૌધરીની અરજીને ફગાવી દઈને પાસપોર્ટ આપવા ઉપર મનાઈ ફરમાવી હતી.