![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/28.jpg)
દીપિકા કક્કડે આપ્યો પુત્રને જન્મ, કપલે ઇન્સ્ટાગ્રામ પર માહિતી શેર કરી
દિપીકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમના ઘરે ગઈકાલ 21 જૂનના રોજ દિકરાનો જન્મ થયો છે. દિપીકા અને શોએબ માતા -પિતા બની ગયા છે. જેની માહિતી કપલે ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને આપી છે. તેમના કહેવા પ્રમાણે આ પ્રી-મેચ્ચોર ડિલિવરી થઈ હોવાનું પણ જણાવ્યું છે. શોએબે તેના ઈન્સ્ટાગ્રામ એકાઇન્ટ પર સ્ટોરી શેર કરીને લખ્યું હતું કે, અલહમદુલ્લાહ આજે 21 જૂન 2023ના રોજ વહેલી સવારે અમારા ઘરમાં દિકરાનો જન્મ થયો છે. જો કે તે પ્રી-મેચ્ચોર ડિલિવરી છે. પરંતુ ચિંતાનું કોઈ કારણ નથી.અમને તમારી દુઆમાં યાદ રાખજો, આ બાજુ દિપીકાએ પણ તેના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીને રીશેર કરી બ્લુ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યુ હતું.
અહી એ વાત એ પણ છે કે થોડા દિવસ પહેલા જ એક્ટ્રેસની ડિલિવરી થઈ હોવાના સમાચાર આવ્યા હતા. તેના પર રિપ્લાય આપતાં બ્લોગમાં શોએબે કહ્યુ હતું કે કેટલાક રિપોટર્સ ફરી રહ્યા છે જેમાં એવી વાત કરવામાં આવી છે કે અમારા ઘરે જુડવા બાળકોનો જન્મ થયો પરંતુ આ વાત ખોટી છે. મે આ પહેલા પણ કહ્યુ હતું કે ડોક્ટરે ટેન્ટેટિવ તારીખ આપી છે. જુલાઈના બીજા અઠવાડિયામાં ડિલિવરી થઈ શકે છે. અમારા ઘરે જ્યારે પણ બાળકે આવશે ત્યારે તેની માહિતી અમે બ્લોગ અથવા ઈન્સ્ટાગ્રામ પર આપીશું.
દિપીકા અને શોએબ ઈબ્રાહિમના ઘરે પાંચ વર્ષ પછી બાળકના જન્મ પછી ઘરનો માહોલ ખુશીઓથી ગાંજી ઉઠ્યો છે. કપલે ફેબ્રુઆરી 2018ના લગ્ન કર્યા હતા. તેમની પહેલી મુલાકાત સીરીયલ ‘સસુરાલ સિમર કા’ ના સેટ પર થઈ હતી. જેમા તેઓ સિમર અને પ્રેમના રોલમાં હતા.પહેલા તેઓ સારા મિત્ર હતા અને પછીથી પ્રેમમા પડ્યા હતા.